• Gujarati News
  • Vidhansabha By Election Poster And Banners Move In Anand

વિધાનસભા પેટાચૂંટણી: આણંદમાંથી પોસ્ટર્સ અને બેનર્સ હટાવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેની ફાઈલ તસવીર

આણંદ બેઠકની ચૂંટણીમાં ૧પ ગામ અને ૩ પાલિકાના ૨.પ૬ લાખ ઉપરાંત મતદારો મતદાન કરશે

આણંદ: આણંદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટીકીટ માટે કેટલાકે રાજકિય દાવપેચ અજમાવવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર પણ પેટાચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. પેટાચૂંટણી અંતર્ગત આચારસંહિ‌તા લાગુ થતાં આણંદ મત વિસ્તારમાંથી ૨૬ પોસ્ટર્સ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં વિધાનસભા મત વિસ્તારના ૧પ ગામ અને ૩ નગરપાલિકાના ૨.પ૬ લાખ ઉપરાંત મતદારો મતદાન કરશે.

આણંદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું કે 'ગત આણંદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતાં ૧પ ગામો અને ૩ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણીલક્ષી આદર્શ આચારસંહિ‌તા અમલી બની છે. ભીંત ઉપરના નવ લખાણ, ચાર પોસ્ટર્સ, ચાર બેનર્સ અને અન્ય બે ચૂંટણીલક્ષી મળીને ૧૯ તેમજ પ્રાઇવેટ પ્રોપર્ટી પરથી ભીંત ઉપરના બે લખાણ, બે પોસ્ટર્સ અને ત્રણ બેનર્સ આચારસંહિ‌તાનો ભંગ ના થાય તે હેતુથી દૂર કરવામાં આવ્યા છે.

આણંદ વિધાનસભા મત વિસ્તારમાં લાંભવેલ, જોળ, વલાસણ, સંદેશર, મેઘવા (ગાના), ગાના, વાંસખિલીયાં, જિટોડિયા, હાડગુડ, જાખરીયા, નાવલી, ખાંધલી, મોગરી, ગામડી, બાકરોલ ઉપરાંત આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અન વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તારનો સમાવેશ થાય છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ૧,૩૧,૪૬૮ પુરુષો અને ૧,૨૪,પ૭૨ સ્ત્રીઓ મળીને ૨,પ૬,૦૪૦ મતદારો ભાગ લેશે.’

આચારસંહિ‌તાના અમલિકરણ અર્થે બેઠક, ૨૨ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ આ વાંચવા માટે આગળ ક્લિક કરો...