શાકભાજીની આવક ઘટતાં ભાવોમાં ભારે ઉછાળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાકભાજીના ભાવ દોઢથી બે ગણા થઇ જતાં મુશ્કેલી
ઉનાળામાં તાપમાનનો પારો વધવા સાથે શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે, એક જ મહિ‌નામાં શાકભાજીના ભાવ દોઢથી બે ગણા વધી જતાં ગૃહિ‌ણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. શાકભાજીની આવક ઘટતા ભાવોમાં ઉછાળો આવતાં ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે.
હાલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી ઘરે મહેમાનોની અવરજવર રહે છે. બીજી તરફ લગ્નોની સિઝન પણ બરાબર જામેલી છે. ત્યારે શાકભાજીની આવક ઘટતા ભાવ દોઢથી બે ગણા વધી ગયા છે. શાકભાજીના વેપારી મહેમુદમિયાએ જણાવ્યું હતું કે 'આણંદના શાકમાર્કેટમાં આસપાસના ગામડાઓમાંથી શાકભાજી આવે છે.
ગરમીના લીધે શાકભાજીમાં પાક ઓછો ઉતરતાં શાકભાજીની આવક ઘટી ગઇ છે. જેથી નાસિક તરફથી શાકભાજી મંગાવવા પડે છે. નાસિકથી શાકભાજી આવતાં હોઇ ભાવ વધી જાય છે. ઉનાળાના બે-ત્રણ મહિ‌ના શાકભાજીના ભાવ વધુ રહે છે. ચોમાસુ શરૂ થતાં શાકભાજીના ભાવ પાછા પડશે.’ શાકભાજીના ભાવ દોઢથી બે ગણા થઇ જતાં ગૃહિ‌ણીઓને ખરીદતાં પહેલા વિચાર કરવો પડે છે.