તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Uttarakhand Anand District 15 Pilgrims Still Missing

ઉત્તરાખંડમાં આણંદ જિલ્લાના 15 યાત્રાળુ હજુ પણ લાપતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ આણંદ જિલ્લામાંથી ગયેલા ૧પ યાત્રાળુઓનો પંદર દિવસ બાદ પણ સંપર્ક નહીં થતાં પરિવારજનોની ધીરજ ખૂટી રહી છે. સ્વજનોને શોધવા દેહરાદૂન અને ઋષિકેશ પહોંચેલાં પરિવારના કેટલાંક સભ્યો નિરાશા સાથે આણંદ પરત આવી રહ્યા છે.

આણંદ જિલ્લામાંથી આણંદના મહેશભાઈ રાણા, શારદાબહેન રાણાઘ ખંભાતના કનૈયાલાલ મિસ્ત્રી, મધુબહેન મિસ્ત્રી, કનુભાઈ પટેલ, વંદનાબહેન પટેલ, ભારતીબહેન પટેલ, કાંતિભાઈ પટેલ, કોકિલાબહેન પટેલ, બોરસદ તાલુકાના દહેમી ગામના કિશોરસિંહ રાઠોડ, સુનિતાબહેન રાઠોડ, તેજુબહેન રાઠોડ, શિવાનીબહેન રાઠોડ, પ્રવીણસિંહ ગોહિ‌લ અને રંજનબહેન ગોહિ‌લ ચારધામની યાત્રાએ ગયાં હતાં.

કેદારનાથમાં પૂર અને વરસાદથી થયેલી તબાહી બાદ પંદર યાત્રાળુઓનો પંદર દિવસ બાદ પણ સંપર્ક થઇ શકયો નથી. પંદર યાત્રાળુઓના પરિવારના સભ્ય તેમની ભાળ મેળવવા દેહરાદૂન અને ત્યાંથી ઋષિકેશ પહોંચ્યા હતા. સ્વજનોને શોધવા દોડધામ કરવા છતાં કોઇ અત્તોપત્તો ન મળતાં તેઓમાં નિરાશા વ્યાપી જવા પામી છે, જેથી પરિવારના કેટલાંક સભ્યો થાકીને પરત આવી રહ્યા છે. આમ છતાં હજુ પણ પરિવારજનોમાં આશા રહેલી છે કે તેમના પરિવારજનો હેમખેમ પરત આવશે.

દસ દિવસથી શોધવા છતાં માતા-પિતા ન મળ્યાં

ખંભાતના કનૈયાલાલ મિસ્ત્રીના પુત્ર ભાવિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 'ચારધામની યાત્રાએ ગયેલાં માતા-પિતાને શોધવા મારા ભાઈ પરેશ મિસ્ત્રી દેહરાદૂન અને ઋષિકેશ ગયા હતા. દસ દિવસથી માતાપિતાનો અત્તોપત્તો મેળવવા ભાગદોડ કરી છતાં કોઇ ભાળ મળી નથી, જેથી માતાપિતાની ભાળ મેળવ્યાં વિના જ તેઓને પરત આવવું પડે તેવી સ્થિતિ સર્જા‍ઈ છે.’

સ્વજનોને શોધવા દોડધામ કરી રહ્યા છે

ચારધામની યાત્રાએ ગયેલા દહેમીના કિશોરસિંહ રાઠોડ અને તેમના પરિવારના સભ્યોને શોધવા અલેન્દ્રસિંહ અને તેમના પાંચ મિત્રો ઋષિકેશ પહોંચ્યા છે. કિશોરસિંહના ફોઇના દીકરા રાજેન્દ્રસિંહ રાવલે જણાવ્યું હતું કે 'અલેન્દ્રસિંહ અને તેમના મિત્રો કિશોરસિંહ અને તેમના પરિવારને શોધવા ઘણી દોડધામ કરી રહ્યા છે, છતાં કોઈ જ કડી મળતી નથી.