પેટલાદમાં ઉર્સ નિમિત્તે ભવ્ય જૂલુસ નીકળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીર અર્જુનશાહ બાબા રેહ.અનો ૮૦૧મો ચાર દિવસીય ઉર્સની ઉજવણી
પેટલાદમાં પીર અર્જુનશાહ બાબા (રેહ.અ)ના ૮૦૧માં ઉર્સ પ્રસંગે ચાર દિવસીય ઉજવણીનો આરંભ થયો છે. સંદલ જૂલુસ પીર મુરાદશાહ બાબા (રેહ.અ)ની દરગાહેથી નીકળી સલાતોસલામ સાથે શહેરના માર્ગો પર ફરી સાંજે દરગાહે પહોંચ્યું હતું. જે સંદલ મુબારક સોમવારે વહેલી સવારે ૪.૦૦ કલાકે હજારો અકીદતમંદો (શ્રદ્ધાળુઓ)ની ઉપસ્થિતિમાં પેશ કરાયું હતું.
દરગાહ ટ્રસ્ટના ચેરમેન ઇ.ચા. મામલતદાર પી.એમ.ઉપાધ્યાયની સીધી દેખરેખ હેઠળ ટ્રસ્ટીઓ એમ.આઇ.પઠાણ એમ.એમ.પઠાણ ઈમદાદઅલી સૈયદ તેમજ ગુલામે ઉર્જુનશાહ સર્કલ અને દરગાહ ટ્રસ્ટના કાર્યકર આરીફખાન પઠાણ, ૧૭મી ન્યાઝ દરગાહ કમિટિ સહિ‌ત શહેરના અકીદતમંદ યુવાનો દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. સંદલ શહેરના હિંદુ ધોબી ભાઇઓ વર્ષોની પરંપરા મુજબ દરગાહે આવી ધસીને તૈયાર કરે છે જે કોમી એકતાની મીશાલ છે.
કવ્વાલીનો મુકાબલો ૨૯મીએ યોજાશે
પીર ઉર્જુનશાહ બાબાના ૮૦૧માં ઉર્સ પ્રસંગે કલાલ પીપર યંગ સર્કલ દ્વારા ૨૯મી મેને બુધવારના રોજ રાત્રે ૧૦.૦૦ કલાકે ભારતના મશહુર કવ્વાલ હાજી છોટા મજીદ શોલા અને એમ.પી.ની મશહુર કવ્વાલી કવીન હેમા નાઝનોકવ્વાલીનો ભવ્ય મુકાબલો થશે.