• Gujarati News
  • Un Authorized Anti Curruption Written On Car, Police Catched It At Anand

આણંદ શહેરમાંથી એન્ટિ કરપ્શન લખીને ફરતી વધુ બે કાર પોલીસે ઝડપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં શનિવારે બપોરના સમયે નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસરરીતે એન્ટિ કરપ્શન લખેલી બે કાર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આણંદ શહેર પોલીસ ઇન્સ્પેકટર પી.કે.દિયોરા અને સ્ટાફના માણસો શહેરમાં લક્ષ્મી ચાર રસ્તા પાસે બપોરના બાર વાગ્યે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં તે વખતે આણંદના બાકરોલ ખાતે રહેતા દિપકભાઇ બચુભાઇ પટેલ પોતાની કાર નંબર જી.જે.૨૩.એ.એફ.૧૬૬૭ની નંબર પ્લેટ ઉપર એન્ટિ કરપ્શન કમીટિ લખી ફરતાં હતાં. પોલીસની નજરે આ કાર ચઢી જતાં તેને અટકાવી હતી. નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસરરીતે એન્ટિ કરપ્શન લખેલુ હોવાથી કારને ડિટેઇન કરી હતી.

આ ઉપરાંત આણંદના અંકિતભાઇ પ્રવિણચંદ્ર શાહ પોતાની કાર નંબર જી.જે.૨૩.એમ.૪૪૬૦ની નંબર પ્લેટ ઉપર પણ ગેરકાયદેસરરીતે એન્ટિ કરપ્શન લખાવી આણંદમાં ફરતાં ઝડપાઇ ગયાં હતાં. પોલીસે તેઓની કાર પણ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.