નાપાડ નજીક વાહનની ટક્કરે બાઇક સવાર બે યુવકનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : આણંદના નાપાડ સીમમાં રવિવારે વહેલી સવારે કોઇ અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર બે યુવકના સ્થળ ઉપર જ મોત નિપજ્યાં હતાં.
બોરસદ તાલુકાના દાવોલ ખાતે ઇન્દિરાનગરીમાં રહેતા મહેશભાઇ ઊર્ફે શંભુ પૂજાભાઇ જાદવ અને તેમના મિત્ર સુરેશ ઊર્ફે કલ્પેશભાઇ ચીમનભાઇ જાદવ રવિવારે વહેલી સવારે ત્રણ વાગ્યે બાઇક લઇને નાપાડ-આસોદર રોડ ઉપર નહેરના ગરનાળા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વખતે કોઇ અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી પલાયન થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર બેઠેલા મહેશ અને સુરેશને ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.