પંડોળીમાં બે મકાનમાં આગથી અફડાંતફડી : જાનહાનિ ટળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાના પંડોળી ગામે હોળી ચકલા વિસ્તારમાં સવારે ૧૦.૩૦ કલાકે એક મકાનમાં એકાએક ધડાકા સાથે આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી. આ આગ લાગવાથી અડીને આવેલા બે મકાનો ખાખ થઇ ગયા હતા.

પંડોળી ગામે હોળી ચકલા વિસ્તારમાં રહેતાં ગનીભાઇ કાસમભાઈ વ્હોરાનું રહેણાંક મકાન આવેલ છે તેમની બાજુમાં જ તેમની કરિયાણાની દુકાન આવેલી છે. જે મકાનમાં સવારે ૧૦.૩૦ના સુમારે એકાએક આગ લાગી હતી. આ આગમાં ગેસના સિલિન્ડર પણ ફાટી ગયો હતો. ધડાકા સાથે લાગેલી આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ પકડયું હતું. આ આગની જવાળાઓ બાજુમાં અડીને આવેલ દુકાનને પણ લપેટમાં લીધી હતી. વિકરાળ આગ જોઇ આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાંઉ જોકે, રહીશોએ આગ ઓલવવાની કોશિષ કરી હતી. પરંતુ આગ કાબુ બહાર જતાં પેટલાદ અને સોજિત્રા પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીઆગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. આગ કયા કારણથી લાગી તે સ્પષ્ટ થઇ શક્યું નહોતું. જોકે, મોડી સાંજ સુધી આ અંગે કોઇ પોલીસ કાર્યવાહી થઇ નહોતી.

આગળ જુઓ તસવીર..