દાવોલ ખાતે બે બાઇક સામસામે ભટકાતાં બેનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના દાવોલ ખાતે સરકારી દવાખાના સામે શુક્રવારે મોડી સાંજે બે બાઇક સામસામે ભટકાતાં બેનાં મોત નિપજ્યાં હતાં.

બોરસદ શહેર પોલીસના જણાવ્યાં મુજબ શુક્રવારે સાંજના સાડા સાતેક વાગ્યે દાવોલ ગામના નગીનભાઇ પઢિયાર પોતાના સંબંધી રમણભાઇ મોહનભાઇ ગોહેલને બાઇક ઉપર બેસાડી ગામના સરકારી દવાખાના પાસથી પસાર થઇ રહ્યાં હતાં તે વખતે બોરસદથી જોષીકૂવા જઇ રહેલા ચંદુભાઇ મેલાભાઇ પરમારે આગળ જતી ટ્રકની ઓવર ટેઇક કરવાની લ્હાયમાં નગીનભાઇની બાઇક સાથે ધડાકાભેર અથડાવી હતી.

આ અકસ્માતમાં બંને બાઇક સવારોને શરીરે ગંભીર ઇજા થઇ હતી. દાવોલના પ૨ વર્ષના રમણભાઇ મોહનભાઇ ગોહેલનું હોસ્પિટલમાં લઇ જતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકના ચાલક આંકલાવ તાલુકાના જોષીકૂવા ગામના ચંદુભાઇ મેલાભાઇ પરમારનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે દાવોલના નગીનભાઇ હરમાનભાઇ પઢિયારની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.