• Gujarati News
  • Thunderstorm Catches Anand In Claws, Destroys At Large Scale

આણંદમાં થાંભલા ઉખડ્યા, નડિયાદમાં 20 મકાનોની છત ઉડી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમી અને ભેજના કારણે સાંજના વંટોળ ફૂંકાવાનો વર્તારો
રવિવારે તેજ પવનથી વિજપોલ ધરાશયી : અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિ‌મામ
આણંદમાં ઉકળાટ સાથે તેજ પવન, થંડર સ્ટ્રોમથી વીજપોલ ધરાશાયી


આણંદ જિલ્લામાં સોમવારે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી ઉપર નોંધાયો હતો. તાપમાનનો પારો ઊંચો રહેવા સાથે ભેજનું પ્રમાણ પણ વધતાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા હતા. તાપમાનનો પારો સતત ૪૧ ડિગ્રી ઉપર રહેતાં ગરમીનું પ્રમાણ વધી જવાથી સાંજના સમયે વીજળીના કડાકા સાથે વંટોળ ફુંકાવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યકત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની આગાહી હોવાથી લોકોને ગરમીમાં શેકાવું પડશે. થર્ડર સ્ટ્રોમના કારણે દિવસ દરમિયાન વધુ પડતી ગરમી બાદ સાંજના ભારે વંટોળ ઉદભવી શકે છે.

આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૮૭ ટકા, પવનની ગતિ પ.૪ કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પૂર્વ નોંધાઇ હતી. છેલ્લા એક અઠવાડિયાથી મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી ઉપર રહેતાં હિ‌ટવેવના પ્રકોપથી લોકો ગરમીમાં શેકાઇ રહ્યા છે. રવિવારે દિવસ દરમિયાન આગ જરતી ગરમી બાદ મોડી સાંજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિ‌ટીંગના કારણે સ્થાનિકકક્ષાએ વીજળીના ચમકારા સાથે વંટોળ ફુંકાયુ હતું તેમજ કેટલાંક સ્થળોએ વરસાદી છાંટા પડયા હતા. પરંતુ સોમવારે સવારના વાદળો વિખેરાઇ જતાં વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. સૂર્યદેવના તેજ કિરણોથી વાતાવરણ અગનભઠ્ઠીમાં ફેરવાયું હતું. ધરતી પણ ગરમીથી ધગધગી ઉઠી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અનુભવાઇ રહ્યો હતો. લોકો સવારથી જ ગરમી અને ઉકળાટથી પરસેવે રેબઝેબ થઇ જતાં અકળાઇ ઉઠયા હતા. ગરમી સહન ન કરી શકતા લોકોને વારંવાર મો પર પાણીનો છંટકાવ કરવો પડતો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીજના હવામાન વિભાગના વડા ડો. વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે 'વાતાવરણમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધુ છે. જેથી સાંજના થર્ડર સ્ટ્રોમ એટલે સ્થાનિક કક્ષાએ વીજળીના ચમકારા સાથે વંટોળ ફુંકાવાની શકયતા છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી રહેવાની શકયતા છે.’

આગળ વાંચો નડિયાદમાં 20 મકાનોની છત ઉડી, 150 થી વધુ વૃક્ષ ધરાશાયી...