ચુનારા અને મુસ્લિમો વચ્ચે રાત્રે તોફાન, પથ્થરમારો થતાં વાતાવરણ તંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અકબરપુરમાં મોડી રાત્રે તોફાન,
-પથ્થર નાખવાની બાબતે થયેલું દંગલ
-ચુનારા અને મુસ્લિમો વચ્ચે ભારે પથ્થરમારો થતાં વાતાવરણ તંગ

ગોધરાકાંડ વખતે ચર્ચાસ્પદ બનેલ ખંભાતના અકબરપુરમાં સોમવારે મોડી રાત્રે ઘર ઉપર પથ્થર નાખવાની સામાન્ય બાબતને લઇને ચુનારા અને મુસ્લિમ જૂથના લોકોએ આમને સામને આવી જઇ ભારે પથ્થરમારો કરતાં અફડાતફડી મચી ગઇ હતી. કાયમી એસઆરપી પોઇન્ટ ધરાવતાં અકબરપુરમાં અડધો કલાક સુધી પથ્થરમારો થયો હતો. જેમાં ત્રણથી વધુને ઇજા થઇ હતી. સ્થળ ઉપર દોડી આવેલા પોલીસ કાફલાએ સ્થિતિને કાબુમાં લઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેતાં હાલ પુરતી શાંતિ છવાઇ છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ગોધરાકાંડ વખતે ખંભાતના અકબરપુરમાં કોમી તોફાન ફાટી નીકળ્યું હતું. અતિસંવેદશનશીલ એવા અકબરપુરમાં કાયમી એસઆરપી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે ચુનારા સમાજ તરફથી કેટલાક પથ્થર મુસ્લિમના મકાનો ઉપર પડયાં હતાં. જેથી મુસ્લિમ સમાજની કેટલીક બહેનો ચુનારા સમાજના યુવકોને ઠપકો કરવા ગયાં હતાં. પથ્થર નાખવાની બાબતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ થોડીવારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં મુસ્લિમ સમાજનું ટોળુ અને ચુનારા સમાજનું ટોળુ આમને સામને આવી ગયું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...