તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • There Is Nothing In CZ Malpractice, CVM Requests That The Organization Does Not

CZમાં જે કાંઈ ગેરરીતિ થઇ હોય, CVMની સંસ્થામાં ન બને તેવાં સૂચનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એસપીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ વકર્યો: ડો.સી.એલ.પટેલે સૂચનો જારી કર્યા
- એસપી યુનિવર્સિ‌ટીના વિદાય લેતાં કુલપતિ ડો. હરીશ પાઢે છેલ્લા દિવસે જ વિવાદાસ્પદ અને ગેરકાયદેસર પગલાં લીધા હોવાનો સીવીએમનો આક્ષેપ


પરીક્ષાલક્ષી કોઇપણ ગેરરીતિને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) વખોડે છે. ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સી.ઝેડ.કોલેજમાં પણ જે કંઇ ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું સીવીએમની કોઇપણ સંસ્થામાં ના બને તેની તકેદારી રાખવા માટે ચેરમેન ડો. સી.એલ.પટેલે સૂચના આપી છે.

ચારુતર વિદ્યામંડળની કોઇપણ સંસ્થામાં પરીક્ષાલક્ષી ગેરરીતિઓ સહિ‌તની કોઇપણ ગેરરીતિને સાંખી લેવામાં નહીં આવે, તેવું ભારપૂર્વક જણાવતાં ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડો. સી.એલ.પટેલે ઉર્મેયુ હતું કે, આવી કોઇ ગેરરીતિમાં સંડોવાયેલા સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કર્મચારી વિરુદ્ધ સરદાર પટેલ યુનિવર્સિ‌ટીએ સૂચવેલી કાર્યવાહી જેવી જ કાર્યવાહી અગાઉ કરીને દોષિત બંને કર્મચારીને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. સરદાર પટેલ યુનિવર્સિ‌ટીના વિદાય લેતાં કુલપતિ ડો. હરીશ પાઢે શનિવારે સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કેન્દ્રમાં પરીક્ષાને લગતી ગેરરીતિના પ્રકરણમાં આચાર્ય સહિ‌ત કેટલાંક અધ્યાપકોની યુનિવર્સિ‌ટીની માન્યતા રદ કરવા સહિ‌તના કથિત ગેરકાયદે પગલાં લીધાં અને એનો વિવાદ નવી કાયદાકીય ગૂંચ ઊભી કરશે.

સરદાર પટેલ યુનિવર્સિ‌ટીની સિન્ડિકેટને આ સમગ્ર બાબતથી અંધારામાં રાખીને કુલપતિએ સંબંધિત પ્રકરણમાં તપાસ સમિતિ રચી અને તેનાં અહેવાલને અંતિમ સ્વરૂપ અપાવા સામે સમિતિના એક સભ્યે ચોક્કસ કારણો આપીને અસંમતિ દર્શક અહેવાલ આપ્યો હોવા છતાં પોતાની મુદતના અંતિમ દિવસે કુલપતિએ આચાર્ય અને કેટલાક અધ્યાપકોની સામે પગલાં લેવા ઉપરાંત સમિતિની ભલામણ મુજબ પોલીસ કાર્યવાહી કર્યા સિવાય મનસ્વી નિર્ણય કરીને વિવાદનો નવો મધપૂડો છંછેડાયો હોવાનો આક્ષેપ કર્યો છે.