બોરસદ અને તારાપુર પંથકમાં વીજ કંપનીનો સપાટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોરસદ અને તારાપુર પંથકમાં વીજ કંપનીના દરોડાં
-
૧૦૮ કેસ પકડાયાં : સ્થળ પર જ રૂા.૧પ.૬પ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે શુક્રવારના રોજ બોરસદ અને તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં ૧૦૮ કિસ્સામાં કંપનીએ કુલ રૂા.૧પ.૬પ લાખનો દંડ ફટકાર્યો હતો. સુત્રોના જણાવ્યાનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શુક્રવારની વહેલી સવારથી જ સુરક્ષા જવાનો સાથે તારાપુર, સોજિત્રા તથા રાસ પેટા વિભાગ કચેરીના તાબા હેઠળના ગામોમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ ગામોમાં છેલ્લા કેટલાંક સમયથી મોટાપાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે વીજ કંપની દ્વારા ૭૧ વીજ ચેકીંગની ટીમ, પ૦ એસઆરપી તથા સિક્યુરીટી સ્ટાફ સાથે વિવિધ ગામોમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. છેલ્લા ઘણા સમયથી વીજ ચોરી ઘટાડવા માટે આણંદ વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની પેટલાદ, બોરસદ, આણંદ (શહેર) તથા આણંદ (ગ્રામ્ય) વિભાગીય કચેરીની કુલ ૨૦ પેટા વિભાગીય કચેરી દ્વારા ઇલેક્ટ્રોનીક મીટર બેસાડવાની, મીટર પેટીઓ બહાર કાઢવાની તથા સીલીંગ કરવાની અને દરરોજ ચેકીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આગળ વાંચો, ક્યા ક્યા ગામમાં વીજ ચોરી પકડાઇ.....