મતદાનના દિવસે પારો પણ વધીને ૪૩ ડિગ્રીએ પહોંચશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે મતદાનના દિવસે તાપમાનનો પારો આસમાને રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હોવાથી ગરમીના પ્રકોપની મતદાન પર અસર થવાની સંભાવના છે. ૩૦મી એપ્રિલે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી રહેવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે 'ઉત્તર-પ‌શ્ચિ‌મ દિશામાંથી આવતાં ગરમ અને સૂકા પવનના કારણે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબી ગયો છે. પાકિસ્તાન, રાજસ્થાન પર થઇ આવતાં ગરમ પવનના કારણે તાપમાનનો પારો વધી રહ્યો છે. ૩૦મી એપ્રિલે મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો ૨૮ ડિગ્રી રહેવાની શકયતા છે. તેમજ પવનની ગતિ મધ્યમ રહેશે. દિવસ દરમિયાન છુટાછવાયા વાદળો આવવાની શકયતા છે. બપોરના ત્રણ વાગ્યે મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચવાની શકયતા છે, બપોરના ત્રણદિવસ દરમિયાન વાતાવરણ ગરમ જ રહેશે. મતદાનના સમય સવારના ૭થી સાંજના ૬ દરમિયાન તાપમાન ૨૮ ડિગ્રીથી લઇને ૪૩ ડિગ્રી સુધી રહેવાની શકયતા છે.’
મતદાનના દિવસે ૩૦ એપ્રિલે તાપમાનનો પારો ઊંચો રહેવાની સંભાવના હોવાથી ગરમીના પ્રકોપમાં મતદારોને મતદાન મથક સુધી લઇ જવામાં રાજકીય પક્ષોને મહેનત કરવી પડશે. વધુ પડતી ગરમીથી મતદાન પર માઠી અસર થવાની પણ શકયતા છે. આકરી ગરમીમાં મતદાન કરવા મતદારો ઉત્સાહ દાખવશે કે કેમ તે રાજકીય પક્ષો માટે હાલમાં ચિંતાજનક બાબત છે.

મતદાનના દિવસે કલાકે કલાકનું તાપમાન

સમય તાપમાનનો વર્તારો
સવારના ૭થી ૧૦ સુધી ૨૮થી ૩૪ ડિગ્રી
સવારના ૧૦થી ૧૨ સુધી ૩૮થી ૩૯ ડિગ્રી
બપોરના ૧૨થી ર સુધી ૩૯થી ૪૨ ડિગ્રી
બપોરના રથી ૩ સુધી ૪૨થી ૪૩ ડિગ્રી
બપોરના ૩થી પ સુધી ૪૨થી ૪૦ ડિગ્રી
સાંજના પથી ૬ સુધી ૪૦થી ૩૮ ડિગ્રી
આગળ વાંચો મતદાતાઓ માટે અગત્યની સૂચના....