પેટલાદથી પંડોળી સીમ સુધીના રસ્તાનું નવીનીકરણ કરવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇદગાહ થઈ જતાં આ કાચા રસ્તાનું નવીનીકરણ કરવાથી અનેક ખેડૂતોને લાભ થાય તેવી શક્યતાં
- વરસાદી ઋતુમાં અહીંથી પસાર થવું મુશ્કેલ હોવાથી ખેડૂતો પરેશાન

પેટલાદથી પંડોળી સુધી ઇદગાહ થઈ જતો રસ્તો લાંબા સમયથી કાચો હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, અહીં પાકો રસ્તો બનાવવા અનેક વખત રજુઆત કરવાં છતાં માર્ગ - મકાન વિભાગ અને કાંસ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ખેડૂતોને લાભ મળી રહ્યો નથી. અહીંથી પસાર થતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવી હતી.

પેટલાદના ખેડૂત પટેલ ફકીરભાઈ જીવાભાઈએ રજુઆતમાં જણાવ્યું હતું કે ‘પેટલાદથી વાયા ઇદગાહ થઈ પંડોળી જતો કાચો હોવાના કારણે ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે. આ રસ્તામાં રેલવે ફાટકથી આગળ ચોમાસામાં ગાડુ, બળદ, લાવવા લઇ જવાનું બંધ થઈ જાય છે.
વધારે માહિતી માટે ફોટો બદલો ......