ટેક્નોલોજીથી બદલાયાં સંબંધ, સોશ્યલ સાઇટથી સામાજિક ઋણ ચૂકવવાનો નિર્ધાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સોશ્યલ વેબસાઇટના માધ્યમથી મિત્રતાના તાંતણે બંધાયેલાં યંગિસ્તાનનો સામાજિક ઋણ ચૂકવવાનો નિર્ધાર
-ચરોતર સહિ‌ત ગુજરાતભરમાંથી સોશ્યલ સાઇટનો ઉપયોગ કરી મિત્રતાના તાંતણે બંધાયેલા યુવાનોનું સૌ પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું
-સંમેલનમાં વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષક, વકીલ, ડોક્ટર, પ્રોફેસર, એન્જિનિયર સહિ‌ત વિવિધ સંસ્થાઓ ચલાવતા યુવાનોની પ્રેરણાત્મક ઉપસ્થિતિ

આજના ટેકનોલોજીના યુગમાં લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલાંના સમયમાં એકબીજાને રૂબરૂ મળીને બંધાતા સંબંધો હવે સોશ્યલ વેબસાઇટના માધ્યમથી વિકસી રહ્યા છે.
સોશ્યલ વેબસાઇટનો મહત્તમ ઉપયોગ કરનાર યુવાનો નૂતન વર્ષે કંઇક નવિન કરવાના સંકલ્પ સાથે એકબીજાને રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો હતો.

જેના અંતર્ગત અમદાવાદ યોજાયેલા પ્રથમ સ્નેહ સંમેલનમાં સોશ્યલ વેબસાઇટના માધ્યમથી મિત્રતાના તાંતણે બંધાયેલા યુવાઓએ નૂતન વર્ષે સામાજિક ઋણ ચૂકવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સોશ્યલ વેબસાઇટ અને ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો જહેરહિ‌ત અને સમાજ સેવાની દિશામાં એક નવતર અભિગમનું પણ સર્જન થઇ શકે છે. ચરોતર સહિ‌ત ગુજરાતભરના કેટલાક યુવાનો આધુનિક સગવડો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિત્રતાના તાંતણે બંધાયા હતા. પરંતુ અગાઉ કયારેય રૂબરૂ મળી નહીં શકેલા મિત્રોએ નૂતનવર્ષ રૂબરૂ મળવાનો નિર્ધાર વ્યકત કરી તાજેતરમાં સંમેલનનું આયોજન કરાયું હતું.

સોશ્યલ વેબસાઇટના ઉપયોગકર્તા યુવાનોનું સૌ પ્રથમ સ્નેહ સંમેલન ખૂબ જ પ્રેરણાત્મક બન્યું હતું. સ્નેહ સંમેલનમાં વિવિધ વ્યવસાયો, ક્ષેત્રો જેવા કે પ્રોફેસર, શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રોનો મેળાવડો બનેલા સ્નેહ મિલન સંમેલનમાં ઉપસ્થિત યુવાનોએ દિવસભર નિર્ધારિત દરેક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યુવાનોએ પોત-પોતાના નોકરી, રોજગાર અને વ્યવસાયોની વ્યસ્તતા વચ્ચે પણ સોશ્યલ સાઇટનો હકારાત્મક ઉપયોગ કરીને નવતર અભિગમ રૂપે સૌ પ્રથમ વખત જ વિવિધ મંતવ્યો, વિચારધારા, સમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ, શૈક્ષણિક બાબતો વિગેરે વિષયો સંદર્ભે વિચાર વિમર્શ કરીને વિશષ્ટિ પ્રણાલીની શરૂઆત કરી હતી.

સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત તમામ યુવાનોએ નૂતન સંકલ્પ કરીને સોશ્યલ વેબસાઇટની મિત્રતાને વધુ વિસ્તારીને જાહેરહિ‌ત અને સમાજ સેવાની દિશામાં પગરણ માંડયા હતા. આધુનિક યુગમાં આ પ્રકારનો નવતર ટ્રેન્ડ સમાજ, દેશ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક બનશે તે નિ‌શ્ચિ‌ત બનેલ છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...