• Gujarati News
  • Rescued Operation Held Of People In Kashmir Latest News

જીવન અને મોત વચ્ચે વિતાવેલી પળોની આપવીતી: પહાડ ચઢતાં મોત સામે દેખાયું, ૧૦ ડિગ્રી તાપમાને રાત્રી કાઢી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લોકોને આર્મી દ્વારા મદદ કરવામાં આવી તસવીર )
- પહાડ ચઢતાં મોત સામે દેખાયું ૧૦ ડિગ્રી તાપમાને રાત્રિ કાઢી
- હેલિપેડ પાસે ૧પ હજાર પ્રવાસીઓની લાઇન પડેલી હતી મોતને મ્હાત આપી કાશ્મીરથી પરત ફરેલાં જોન્શન ઠક્કર


આણંદ: શ્રીનગરમાં હોટેલમાં સતત પાણીનો પ્રવાહ વધતો જતો હોવાથી જીવ બચાવવા પાછળના પહાડ પર ચઢવાનું શરૂ કર્યું. પહાડ પર ચઢતાં પગ લપસી પડતાં મોત સામે દેખાયું હતું. ડગલે ને પગલે મનમાં એક જ વિચાર આવતો હતો કે વિનાશકારી પૂરમાં બચીને ઘરે જઇ શકીશું કે કેમ ? જમ્મુ કાશ્મીરમાં વિનાશકારી પૂરની સ્થિતિમાં મોતને મ્હાત આપીને આવેલાં આણંદના જોન્શન ઠક્કર જીવન-મોત વચ્ચે વિતાવેલી દરેક પળોને વર્ણવતા ગળગળા થઇ ગયાં હતાં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં બાયોગેસ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતાં આણંદના જોન્શન ઠક્કરે જણાવ્યું હતું કે 'ગત શુક્રવારે પમી સપ્ટેમ્બરે દિલ્હીમાં મીટિંગ પૂર્ણ કરીને શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગરમાં કિંગ પેલેસ હોટેલમાં રોકાયાં હતાં. શનિવારે સવારથી જ પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું. શનિવાર બપોરના ૨:૩૦ વાગ્યે છેલ્લે પરિવારજનો સાથે ટેલિફોન પર વાત થઇ હતી.
ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો. અમારી હોટેલ ઊંચાળવાળા વિસ્તારમાં હતી. જોકે, આજુબાજુ થોડાં નીચાણવાળા ભાગમાં આવેલી હોટેલના તમામ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. રવિવારે સવારના ઊઠયાં ત્યારે અમારી હોટેલમાં ૭ ફૂટ સુધી પાણી ભરાઇ ગયાં હતાં.પાણીનું સ્તર સતત વધતું હતું. ધીમે ધીમે હોટેલમાં પાણીનું સ્તર વધીને ૧૨ ફૂટ થતાં અમે બધા હોટેલની પાછળ આવેલાં પહાડ પર ચઢવાનું શરૂ કર્યું હતું. પહાડ પર ચઢતાં ઘણાં લોકોના પગ લપસી પડતાં નીચે ગબડી જતાં હતાં. જોકે, પ્રવાસીઓ એકબીજાને સપોર્ટ કરતાં જેમ તેમ કરીને પહાડ પર પહોંચી સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા હતા. જ્યાં છાતીથી ઉપર છેક ગળા સુધીના પાણીમાં પસાર થઇ હોડીમાં પહોંચ્યા હતા. હોડીમાં બેસાડીને બધાને ગર્વનર હાઉસ લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવેલાં હેલિપેડ આગળ ૧પ હજાર પ્રવાસીઓની લાઇન હતી.
'રાત્રિનાં ૧૦ ડિગ્રી તાપમાનમાં રાતભર ખુલ્લામાં પડી રહ્યા આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...