સજાના નામે બદલી કરાયેલાં 3 શિક્ષકોની ફરી બદલી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અગાઉ પણ દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ પ્રકટ થઇ ચુક્યો છે)
- સજાના નામે બદલી કરાયેલાં 3 શિક્ષકોની ફરી બદલી કરાઇ
- સપાટો| શિક્ષકોની બદલી પાછળ ‘સેટીંગ’ પ્રકરણમાં કાર્યવાહી
- જિલ્લા પંચાયતની શકિ્ષણ સમતિનિા ચેરમેન દ્વારા શિક્ષકો અનિયમતિ હોવાનો રિપોર્ટ આપી બદલી કરવામાં આવી હતી
આણંદ : આણંદ જિલ્લા પંચાયત હસ્તકની શકિ્ષણ સમતિિમાં છાશવારે સજાના નામે થતી બદલીઓમાં શિક્ષકોને સજાના બદલે ‘મજા’ કરી અપાતો હોવાનો મુદ્દો 13મી ઓક્ટોબરે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં છેડાયો હતો. આ મુદ્દા પર જિલ્લા વકિાસ અધકિારીએ સઘન તપાસ બાદ ત્રણ શિક્ષકની ફરી બદલી કરી દીધી હતી. આ ત્રણેય શિક્ષક અનિયમતિ હોવાનો ચેરમેને રિપોર્ટ કર્યો હતો. આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 13મી ઓક્ટોબરના રોજ પ્રમુખ જશવંતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં મળી હતી.

આ બેઠક દરમિયાન આણંદમાં કેટલાંક શિક્ષકો શકિ્ષણ સમતિનિા ચેરમેન પાસે અનિયમતિ હોવાનો રિપોર્ટ બનાવરાવી મનગમતી જગ્યા પર બદલી કરાવી લેતાં હોવાનો મુદ્દો છેડાયો હતો. આ બાબતે જિલ્લા વકિાસ અધકિારી સુનિલ પટેલે તાકીદે ફાઇલ મંગાવી સઘન તપાસ હાથ ધરી હતી.સૂત્રોના જણાવ્યાનુસાર, આ તપાસ દરમિયાન શેરોન ડી. ચૌધરી જે સોજતિ્રાની જેણાપુરા પ્રાથમકિ શાળામાં હતાં, જે અનિયમતિ હોવાની ચેરમેને રજુઆત કરી હતી. આથી, તેમની બદલી પટાકનગર – લાંભવેલ કરી દેવામાં આવી હતી.

તેવી રીતે શ્રી પટેલ બોરસદના પુરબીયાપુરામાં શિક્ષક હતાં, જેમને અનિયમતિતા આધારે ગામડી કન્યા શાળામાં બદલી કરવામાં આવી હતી. જ્યારે ગોસ્વામી મતિલબહેન તારાપુરના સાંઠ પ્રાથમકિ શાળામાં હતાં, જેમને ચેરમેને અનિયમતિતાનો રિપોર્ટ કરી ઓડ કુમાર શાળામાં બદલી કરી હતી. આ ત્રણેય બદલીમાં જિલ્લા વકિાસ અધકિારી સુનીલ પટેલે તપાસ કરી ત્રણેયની બદલી કરી દીધી હતી. જેમાં શેરોન ચૌધરીને સોજતિ્રાના ડાલી ગામે, દિવ્યશ્રીને જંત્રાલના ખોડિયારનગરની શાળા અને મતિલ ગોસ્વામીને તારાપુરના ખાનપુર ગામે બદલી કરી દેવામાં આવી છે.