તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલાસણની યુવતી ઉપર જાતિય અત્યાચાર ગુજારાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદના વલાવણ તાબે આવેલા ઢેબાકૂઇની એક યુવતીને ગામનો યુવક લલચાવી વલાસણ નહેર ઉપર લઇ જઇ જાતિય અત્યાચાર ગુર્જાયો હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઇ છે.

વલાસણ તાબેના ઢેબાકૂઇમાં રહેતી એક યુવતી સોમવારે સાંજના સમયે ગામમાં દરજીને ત્યાં કપડાં લેવા જતી હતી. તે વખતે રસ્તામાં ગામના દિપકભાઇ બાબુભાઇ ઠાકોરે તેને 'ચાલ તને ફરવા લઇ જાઉં ’ તેમ કહી લલચાવી છોટા હાથી ટેમ્પામાં બેસાડી વલાસણ સીમમાં નહેર ઉપર લઇ ગયો હતો. જ્યાં દિપકે બળજબરીપૂર્વક યુવતી ઉપર જાતિય અત્યાચાર ગુર્જાયો હતો. બાદમાં યુવતીને આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરે મૂકવા જવાના બહાને રસ્તામાં જ ઉતારી દઇ પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દિપક ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.દરમિયાન મંગળવારે બપોરે પોલીસે આરોપી દિપક ઠાકોરને ઝડપી લઇ તેની વધુ તપાસ હાથ ધરી છે.