• Gujarati News
  • Preparation In Charotar For Announcement Of BJP Leaders

ભાજપના સુકાનીઓની નિયુક્તિ માટે ચરોતરમાં ધમધમાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લાનાં ૧૯ મંડળોના પ્રમુખના નામની આજે થનારી જાહેરાત
- કાર્યકરોમાં નવા સંગઠન પ્રમુખ મામલે ઉત્તેજના


આણંદ જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા નવા માળખા રચના માટે છેલ્લાં એક સપ્તાહથી વિચાર-વિમર્શ અને પ્રદેશ અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ બેઠકોનું આયોજન કરવામાં આવેલું હતું. જેનાં કારણે જિલ્લાભરમાં ભાજપ કાર્યકરો સહિ‌ત રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયેલો રહેવા પામ્યો હતો.

ભાજપ કાર્યકરોની રજૂઆતો બાદ જિલ્લાના ૧૯ જેટલાં મંડલોના પ્રમુખની નિયુક્તિ માટેની કાર્યવાહી સંપન્ન થતાં પ્રમુખના નામ ૨૨મી માર્ચે જાહેર કરાનાર છે. આણંદ જિલ્લામાં કુલ ૧૯ મંડલમાં ૮ તાલુકા સંગઠન, ૮ શહેર સંગઠન અને ૩ બરો સંગઠનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ મંડલોના પ્રમુખની નિયુક્તિની નિયત થયેલાં કાર્યક્રમ મુજબ યોજાશે.

મહામંત્રીની નિમણૂક માટે કાર્યકરોમાં અવઢવ

સંગઠનમાં વ્યૂહરચનાના ભાગરૂપે પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. જેથીમહામંત્રીની નિમણૂક બાબતે ભાજપ કાર્યકરો અવઢવની સ્થિતિમાં છે. સંગઠનના માળખામાં જૂની પરંપરા મુજબ પ્રમુખ, મહામંત્રીની એક જ સમયે વરણી કરવાને બદલે ફક્ત પ્રમુખની નિમણૂક થાય તેવી શક્યતા છે.

પ્રદેશ મોવડીમંડળનું મેરેથોન બેઠકમાં માર્ગદર્શન

જિલ્લામાં નવા સંગઠનની રચના માટે મેરેથોન બેઠકમાં પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે બેઠકમાં અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ, વડોદરાના શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડયાએ માર્ગદર્શન આપ્યું હતું.