• Gujarati News
  • Natpur's Registrar Office Seems To Be Small Place With Lots Of Visitors And Staff

નટપુરની રજિસ્ટ્રાર કચેરી એટલે ‘વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદથી ચાર કિલોમીટર દૂર બનાવવામાં આવેલી નવી કલેક્ટર કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરીને પણ ખસેડી દેવાઈ છે. જોકે, નવી કલેક્ટર કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરી માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ૧૦ અરજદાર એક સાથએ જમા થાય તો સબ રજિસ્ટ્રાર કચેરી નાની પડે છે. આવી પરિસ્થિતિમાં રોજેરોજ સમસ્યાનો બખેડો ઊભો થાય છે.

આ અંગેની વધુ માહિતી આપતાં પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ પ્રમોદભાઈ ભટ્ટે જણાવ્યું હતં કે ‘નડિયાદના રેલવે, એસટી તેમ જ સિટીબસ સ્ટેશનથી ૪ કિલોમીટરના અંતરે નવીન જિલ્લા કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે. આ કલેક્ટર કચેરીમાં નડિયાદ શહેરની મામલતદાર કચેરી તેમ જ જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીને પણ ખસેડવામાં આવી છે. નવનિર્મિત કલેક્ટર કચેરીમાં પૂરતી સુવિધા ઊભી કર્યા સિવાય જ સબ રજિસ્ટ્રાર કચેરી ખસેડી દેવામાં આવતાં હાલ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ ૧૦ કર્મચારીનો સ્ટાફ છે. તેઓને બેસવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. ચાર કમ્પ્યુટર ઓપરેટર અને પ્રિન્ટર મુકવા માટેની પણ જગ્યા અપૂરતી છે. સબ રજિસ્ટ્રારને બેસવા માટેની પણ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. રેકર્ડ રૂમ પણ બનાવવામાં આવ્યો નથી, જેથી રજિસ્ટર થયેલાં દસ્તાવેજની સલામતી અંગે પણ પ્રશ્ન ઊભાં થયાં છે. વ્યવસ્થા ન હોવાથી અરજદારોએ કલેક્ટર કચેરીની બહાર કમ્પાઉન્ડમાં બેસવાની ફરજ પડે છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવવા-જવાનો એક જ માર્ગ છે. એક-બે અરજદાર હોય ત્યાં સુધી વાંધ નતી આવતો, પણ એક સાથે દસ અરજદાર દસ્તાવેજ રજિસ્ટાર કરાવવા ભેગાં થઈ જાય ત્યારે ભારે ભીડ અને ધક્કામુક્કીના બનાવો બને છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યાં નથી. અસુવિધાઓથી ભરેલી સબ રજિસ્ટ્રાર કચેરી માટે સત્વરે સુવિધા આપવામાં આવે તેવી માગણી પણ અરજદારો કરી રહ્યા છે.’

વધુ અહેવાલ વાંચવા તસવીર પર ક્લિક કરો... અને વાંચો જિલ્લા સબ રજીસ્ટ્રાર સાથે થયેલી સીધી વાત...

તસવીરોઃ નરેશ ગનવાણી