આણંદમાં ઘરમાં ઘૂસી મહિ‌લાને એક શખ્સે માર માર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં મઠિયા ચોરા વિસ્તારમાં દવેની ખડકીમાં એક ઇસમ મહિ‌લાને ખોટા મેસજ કરી ઘરમાં પ્રવેશી માર મારી સ્કૂટીને નુકશાન પહોંચાડયું હોવાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે.
પોલીસના જણાવ્યાં મુજબ, આણંદમાં ટાવર બજારમાં રહેતાં મોન્ટુ રમેશભાઇ વાળંદે દવેની ખડકીમાં રહેતા નરેશભાઇ મહાદેવ પ્રજાપતિના સંબંધી મહિ‌લાના મોબાઇલ ફોન ઉપર ખોટા મેસેજ કરતાં હતાં.
દરમિયાન ૨૩મીની સાંજે મોન્ટુભાઇ વાળંદ દવેની ખડકીમાં આવી મહિ‌લાના ઘરમાં પ્રવેશી ઝઘડો કરી મહિ‌લાને બે લાફા મારી ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બહાર પડેલ સ્કૂટીની તોડફોડ કરી નૂકશાન પહોંચાડયું હતું. આ અંગે નરેશભાઇ પ્રજાપતિની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે મોન્ટુ વાળંદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.