• Gujarati News
  • Making The Country Self sufficient In Milk Production

દૂધ ઉત્પાદનમાં દેશ સ્વા‌‌‌‌વલંબી બન્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દુગ્ધ દિવસનાં કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો)
- દૂધ ઉત્પાદનમાં દેશ સ્વા‌‌‌‌વલંબી બન્યો
- સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવદાસ પટેલ અને ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદૃષ્ટિથી પશુપાલક પગભર થયાં
- પ્રથમ નેશનલ ‘મિલ્ક ડે’ નિમિત્તે આણંદ શહેરની અમૂલ ડેરી ખાતે આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલની હાજરીમાં ઉજવણી કરાઇ
- પ્રથમ ‘દૂગ્ધ દિન’ નિમિત્તે પણ દૂધના ભાવ નહીં ઘટવાના અણસાર
- અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે બીજી પ્રોડક્ટનો ભાવ વધે છે, ત્યારે પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહેશે, તેમ જણાવી આડકતરી રીતે દૂધના ભાવ હાલ ન ઘટવાનો ઇશારો કર્યો હતો
આણંદ : સરદાર પટેલે જોયું કે દૂધનું ઉત્પાદન થતું હતું, પરંતુ વેચાણ થતું નોહતું. આથી, સરદાર વલ્લભભાઈ પટેલ દૂધમાંથી આવક ઊભી થાય અને પશુપાલકોને પ્રોત્સાહન મળે તે માટે ત્રિભોવનદાસને મળ્યાં અને માર્ગદર્શન આપ્યું હતું. આ બીડું ત્રિભોવનદાસે ઝડપી ડો.વર્ગીસ કુરિયનની મદદથી અમૂલનું નિર્માણ કર્યું હતું. આજે અમૂલની મદદથી ભારત દૂધ ઉત્પાદનમાં સ્વાલંબન દેશ બન્યો છે, તેમ આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલે બુધવારે ‘મિલ્ક ડે’ નિમિત્તે અમૂલ ડેરી ખાતે યોજાયેલાં કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી નિતીનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘શ્વેતક્રાંતનિા પ્રણેતાં ડો.વર્ગિસ કુરિયનના 93મા જન્મ દિવસને ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યનાં 17 જિલ્લા ડેરી સંઘો ખાતે ડો.વર્ગીસ કુરિયનના જન્મ દિવસની ઉજવણી ખેડૂતો અને પશુપાલકોની હાજરીમાં કરવામાં આવશે. ડો.વર્ગીસ કુરિયન મહામાનવ હતાં. તેમણે આપેલી સેવાને યાદ કરીને ઋણ ચૂકવવાનો દિવસ એટલે નેશનલ મિલ્ક ડે. દેશના કરોડો પશુપાલકો ડો.વર્ગીસ કુરિયનને હંમેશા તેમણે આપેલી અમૂલ્ય સેવા માટે યાદ કરતાં રહેશે.’
આ પ્રસંગે મંત્રી નિતીનભાઈએ ડો.વર્ગીસ કુરિયનની દિર્ઘદૃષ્ટનિો દાખલો આપતાં જણાવ્યું હતું કે ‘ત્રિભોવનદાસ પટેલ જ્યારે ડો.વર્ગીસ કુરિયનને મળ્યાં ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારનો અભ્યાસ કર્યો અને આણંદમાં જ અમૂલનો પ્રારંભ કર્યો હતો. આજે અમૂલ એટલે આણંદનો પર્યાય બની વિશ્વ વિખ્યાત બની ગયું છે. કરોડો પશુપાલકોની જીવન સુધારી છે.’ આ કાર્યક્રમના પ્રારંભમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.રન્તમે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ‘ભારત દૂધ ક્ષેત્રમાં અવ્વલ નંબરે છે, તેનો સઘળો શ્રેય ડો.વર્ગીસ કુરિયનને ફાળે જાય છે.’
આ ઉપરાંત અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, આણંદના ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, કલેક્ટર રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારી સુનિલ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એન.સી.પટેલ, અમૂલના કર્મચારીઓ, કૃષિકારો, પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
વાંચો આગળ, પ્રથમ દુગ્ધ દિન નિમિત્તે પણ દુધનાં ભાવ ઘટવાનાં અણસાર નહી,દુગ્ધ દિવસ નિમિત્તે સફાઇ અભિયાન .....