કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડીએથી શુક્રવારે મોડી સાંજે ઉમરેઠ પોલીસે કારમાં લઇ જવાતા વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.કે.મોડિયાએ જણાવ્યું હતું કે 'બાતમી આધારે પણસોરા ચોકડીએથી વોચ ગોઠવી અલ્ટો કાર ઝડપી લીધી હતી. કારમાં બેઠેલાં પણસોરાના ગજેન્દ્ર નટવરસિંહ સોલંકી અને શંકર ઉર્ફે સંજય ભરત સોઢા પરમારને પકડી લઇ કારની તલાસી લેતાં અંદરથી કુલ ૧૦૨૦૦ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. કુલ ૧૬૦૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.