આણંદના એક હજાર મતદારે ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૮૭૨ મતદારના નામ - સરનામું ભૂલ ભરેલાં નીકળ્યાં : ૧૬૩એ સરનામું બદલ્યું

આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની પગલે તંત્રનો ધમધમાટ શરૂ થયો છે, ખાસ કરીને મતદારયાદીમાં કોઈ નામ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા સતત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેને પગલે ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાયેલી ઝુંબેશમાં એક હજાર જેટલાં મતદારે પોતાના કાર્ડના નામ, સરનામાં સહિ‌તની વિગતો સુધરાવી હતી. આણંદ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ફેબ્રુઆરી માસ દરમિયાન ગુમ થયેલાં ચૂંટણી કાર્ડ, નામ - સરનામા સુધારણા સહિ‌તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

આ સમયગાળા દરમિયાન સાતેય વિધાનસભા બેઠકમાંથી કુલ ૮૭૨ મતદારના ચૂંટણીકાર્ડમાં ભુલ હોવાના કારણે સુધારવા માટે ફોર્મ ભર્યું હતું. જો કે, તંત્ર દ્વારા તેમાંથી ૪૩ ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સ્થળાંતર કરેલા ૧૬૩ મતદારોએ સરનામું સુધારવા અરજી કરતાં તેમને સુધારો કરી દેવામાં આવ્યો હતો આ ઝુંબેશ દરમિયાન ૮૩૬ જેટલાં મતદારે નામ કમી કરવા અરજી કરી હતી. જેમાં ૩૯૦ની અરજી મંજુર કરવામાં આવી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...