• Gujarati News
  • Dozen Gambling Catched By Police At Borsad And Petalad

બોરસદ અને પેટલાદમાંથી એક સાથે ડઝન જુગારી ઝડપાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ અને પેટલાદ નગરમાંથી પોલીસે કુલ બાર ઇસમને જુગાર રમતાં ઝડપી લીધાં હતાં. પોલીસના જણાવ્યાં મુજબ બોરસદમાં મલકવાડામાં ખાડિયા કૂવા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો જુગાર રમતાં હોવાની બાતમી આધારે બોરસદ શહેર પોલીસે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જેમાં બોરસદ મલેકવાડામાં રહેતા મહોમંદહનીફ રૂકશુદીન મલેક, સફીમહોમંદ હુસેનમિંયા સૈયદ, મહંમદઆરીફ બચુમિંયા સૈયદ, ઐયુબબેગ મહેબુબબેગ મિરઝા, ઇમરાન નજીરોદીન મલેક, મુક્તીયારોદીન નજીરોદીન મલેક, ઐયુબખાન ઇસ્માઇલખાન પઠાણ અને રીતેશ બલરામ પાનવાણી પત્તાપાનાનો જુગાર રમતાં ઝડપાઇ ગયાં હતાં.

પોલીસે સ્થળ ઉપરથી કુલ પાંચ હજારનો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પેટલાદમાં એન.કે.પીકઅપ સ્ટેન્ડની બાજુમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમતાં હોવાની બાતમી આધારે પેટલાદ શહેર પોલીસે શુક્રવારે મોડી સાંજે દરોડો પાડયો હતો. જેમાં પેટલાદ પઠાણવાડામાં રહેતા

ઇમરાનખાન મંજુરખાન પઠાણ, ઇજાજખાન મુદસરખાન પઠાણ, શબ્બીર નુરમહંમદ વોરા અને અનીશ પીરમહંમદ વોરા ઝડપાઇ ગયાં હતાં. પોલીસે તેઓની પાસેથી ૮૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.