તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગર્ભા મહિ‌લાનાં મૃત્યુ સબબ આર્યુવેદિક તબીબની અટકાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્યુવેદિકની ડિગ્રી હોવા છતાંય એલોપેથીની સારવાર કરી હતી : જિલ્લા આર્યુવેદિક અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

મહુધા ગામના ચોખંડી ભાગોળ વિસ્તારમાં આવેલ આર્યુવેદીક તબીબ દ્વારા એલોપેથી સારવાર કરતા એક સગર્ભા મહિ‌લાનું મૃત્યુ નિપજયું હતું. આ સંદર્ભે મહુધા પોલીસ મથકે જિલ્લા આર્યુવેદિક અધિકારીએ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આર્યુવેદિક તબીબની શનિવારે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મહુધા પોલીસ સુત્રોનાં વધુમાં જણાવ્યા મુજબ મહુધા ચોખંડી ભાગોળમાં આવેલ સંજીવની હોસ્પિટલનાં તબીબ અબ્દુલરઉફ મેમણ આર્યુવેદિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. તેઓ આર્યુવેદિક તબીબ હોવા છતાં ગત ૩૦મી મે, ૨૦૧૩નાં રોજ સ્થાનિક સગર્ભા મહિ‌લા પરવીનબાનુ સહજાદહુસેન મલેક(ઉ.વ.૨૮)ની એલોપેથી સારવાર કરી પ્રસૃતિ કરાવી હતી. પ્રસૃતિ બાદ પરવીનબાનુની તબીયત લથડતાં અન્ય હોસ્પિટલમાં ખસેડવાના બદલે પોતાની હોસ્પિટલમાં રાખ્યાં હતાં. તબીબની બેદરકારીને કારણે પરવીનબાનુનું મૃત્યુ થયું હતું.

આ સંદર્ભે મહિ‌લાનાં પરિવારજનોએ જિલ્લામાં ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી. જિલ્લા આર્યુવેદિક અધિકારી ઉમેશકુમાર જોષીએ મહુધા પોલીસ મથકે તબીબ અબ્દુલરઉફ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર.ગોહિ‌લે શનિવારે બપોરે તબીબ અબ્દુલરઉફ મેમણની સદર ગુના હેઠળ અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.