• Gujarati News
  • Do Not Pay The Bill Intercepted Streetlight Connection

બિલ નહીં ભરતાં સ્ટ્રીટલાઇટનું જોડાણ કપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- બિલ નહીં ભરતાં સ્ટ્રીટલાઇટનું જોડાણ કપાયું
- ત્રણ લાખ ઉપરાંત નાણાં બાકી હોવાથી ઠાસરા વીજ કપંનીએ ભરેલું પગલું : નગરમાં અંધારાપટ્ટ છવાયો
નડિયાદ : ઠાસરા નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે નગરજનોને ભારે હાલાકીનાે સામનો કરવો પડે છે.પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટલાઇટનું વીજબીલ નહી ભરવાના કારણે ઠાસરા વીજ કંપની દ્વારા સ્ટ્રીટલાઇટનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. નગરની 700 ઉપરાંત સ્ટ્રીટલાઇટો શોભાના ગાંિઠયા સમાન બની ગઇ છે. આ સમસ્યાના કારણે રાત્રે અંધારાપટ્ટ છવાઇ જાય છે. નગરની પોળો તથા જાહેર માર્ગો પર અંધારુ હોવાના કારણે બાળકો,મહિલાઓ અને સિનિયર સિટીજનોને રાત્રે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ઠાસરા નગરના વિકેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ઠાસરા નગરપાલિકા વહીવટીક્ષેત્રે એકદમ પછાત છે. નગરજનો સુવિધા માટે પાલિકામાં ટેક્ષની ભરપાઇ કરે છે તેમજ સરકાર દ્વારા નગરના વિકાસ માટે વર્ષે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમછતાં જિલ્લાની અન્ય નગરપાલિકા કરતાં ઠાસરા નગરપાલિકા ઘણી વિકાસક્ષેત્રે પાછળ છે. પાલિકા દ્વારા નગરની પોળો, શેરીઓ તથા જાહેર માર્ગો સહતિ વિગેરે વિસ્તારોમાં 700 ઉપરાંત સ્ટ્રીટ લાઇટો નાંખવામાં આવી છે.
પરંતું નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સમયસર સ્ટ્રીટલાઇટનું વીજ બીલ ઠાસરા વીજ કંપનીમાં ભરપાઇ કરવામાં આવ્યું ન હતું . અંદાજે રૂ. ત્રણ લાખ ઉપરાંતનું બીલ બાકી પડે છે. જેથી વીજ કંપનીએ બે દિવસ પહેલા સ્ટ્રીટલાઇટનું વીજ કનેકશન કાપી નખાયું છે. જેનાકારણે નગરમાં બે દિવસથી રાત્રે અંધારાપટ્ટ છવાઇ ગયો છે, જેના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બાળકો તથા મહિલાઓ રાત્રે અંધારુ હોવાથી ઘરની બહાર નીકળતાં ડર અનુભવે છે. પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નરિાકરણ કરવામાં આવે તેવી નગરજનોની માગણી છે.

સીઓ રજા પર હોવાથી ચેકમા સહી ન થઇ
આ સંદર્ભે ઠાસરા નગરપાલિકાના પ્રમુખ ભાવિનભાઇ પટેલનો સંપર્ક કરતાં તેઓએે જણાવ્યું હતું કે, પાલિકામાં ચેકમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર બિમારી હોવાના કારણે રજા પર છે. જેનાકારણે સ્ટ્રીટલાઇટના બીલની રકમના ચેકમાં ચીફ ઓફિસરની સહી બાકી હોવાના કારણે બીલની રકમ ભરપાઇ થઇ શકી નથી. આ બાબતે વીજકંપનીના અધિકારીને જાણ કરવા છતાં વીજ કંપની અધિકારીએ સત્તાનો ઉપયોગ કરીને સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાંખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ બીલની ભરપાઇ કરીને નગરમાં પુન: સ્ટ્રીટલાઇટ ચાલુ થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી.

ખરાબ રસ્તાથી રાત્રે ગબડી પડવાની દહેશત
આ સંદર્ભે ઠાસરાના સિનિયર સિટીઝન જગદીશભાઇ શાહે જણાવ્યું હતું કે, નગરપાલિકાઅે વીજ કંપનીમાં બીલ નહી ભરતાં સ્ટ્રીટલાઇટનું કનેકશન કપાઇ ગયું છે .િશયાળાની ઋતુ હોવાથી સાંજે અંધારુ વહેલું થઇ જાય છે તેમજ ગટર લાઇન માટે ઠેર ઠેર ખોદકામ કરેલું હોવાથી રસ્તા ઉબડખાબડ થઇ ગયા છે. હાલ સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી િસનિયર સિટીઝનો રાત્રે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. અને િસનિયર સિટીઝનો ગબડી પડવાની દહેશત રહે છે.

રૂ.3 લાખ ઉપરાંત વીજબીલ બાકી
ઠાસરા વીજ કંપનીના ના. ઇજનેર મંગળભાઇ સોલંકીનો સપંર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ઠાસરા નગરપાલિકાના અગાઉના બાકીના વીજબીલ પેટેના રૂ. બે લાખનાે હપ્તો તેમજ ગત માસનું સ્ટ્રીટલાઇટનું બીલ રૂ. 1.30 લાખ ઉપરાંત બાકી પડે છે. આમ કુલ રૂ. 3.30 લાખ બાકી છે. આ નાણાં બાકી હોવાના કારણે ઠાસરા નગરનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. બીલની ભરપાઇ કર્યાબાદ કનેકશન પુન: જોઇન્ટ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.