તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Completion Of Reading A Religious Book Through In An Appointed Time

ગાના સ્વામિનારાયણ મંદિરમાં પારાયણની પુર્ણાહુતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર્તુમાસ પારાયણની પુર્ણાહુતિ સંસ્થાના સદગુરુ સંત મહંત સ્વામીના સાનિધ્યમાં કરાઇ

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગાના મુકામે બારમા ચાર્તુમાસ પારાયણની પુર્ણાહુતિ સંસ્થાના સદગુરુ સંત મહંત સ્વામીના સાનિધ્યમાં કરાઇ હતી. આ પ્રસંગે બોચાસણથી યોગીરાજ સ્વામી ઉપસ્થિત રહીને યોગીજી મહારાજના પ્રસંગોની ઝાંખી કરાવી હત. મહંત સ્વામીએ આરતી કરી હતી. શિશુમંડળ તરફથી સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આણંદ મંદિરેથી પધારેલ કોઠારી ભગવત ચરણદાસ સ્વામીએ ગાના ગામનો ઇતિહાસ રજૂ કર્યો હતો.
ગાનામાં છેલ્લા બાર વર્ષથી ચાર્તુમાસ પારાયણ યોજાય છે.

મહંત સ્વામીએ આર્શિ‌બાદ આપતા જણાવ્યું હતું કે જીવનમાં કથાએ સતસંગનો માળો છે. તેઓએ સત્સંગના મહિ‌મા વિશે વિસ્તુત પ્રસંગો જણાવી છણાવટ કરી હતી. આ ચાર માસ દરમિયાન જુદા જુદા વકતા દ્વારા સંપ્રદાયના ગુરુપરંપરાના જીવન ચરિત્ર, પ્રસંગો આધારિત કથા, પીડાઓ દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંસ્થાના વિધવાન સંતો દ્વારા પ્રવચનનો લાભ આપવામાં આવ્યો હતો.યુવા કિશોર અખિલેશમાં પ્રથમ અને દ્વિતીય શ્રેણી પ્રાપ્ત કરનાર મૌલિક પ્રજાપતિ અને મિતેશ પટેલને ઇનામ મહંત સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ૪૦૦થીવધુ ભાવિભકતોએ લાભ લીધો હતો. સભા સંચાલન શાંતિલાલ પટેલે કર્યું હતું. ગાના ક્ષેત્રના નિર્દેશક રજનીભાઈ પટેલ તથા ગામના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.