• Gujarati News
  • Cm AnandiBen Say On Malnutrition At International Dairy Expo Opening Ceremony At Anand

'ઘરનાં બાળકોને પ્રથમ દૂધ આપ્યાં બાદ જ વધેલું દૂધ ડેરીમાં આપવું જોઈએ'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આધુનિક સમયમાં પશુપાલન વ્યવસાયમાં પણ નવી ટેકનોલોજી આવતી જાય છે. પહેલાંના સમયમાં દૂધનો ઉપયોગ ઘરમાં જ થતો હતો. દૂધમાંથી દહીં, છાસ, માખણ બનતું અને તંદુરસ્ત આહાર મળી રહેતો હતો. જોકે, ડેરીની શરૂઆત થતાં તેનાં ભાવ મળવા લાગ્યાં, જેને કારણે આવક વધી અને પશુપાલન વ્યવસાય તરફ લોકો વળ્યાં. જેને કારણે મોટાભાગનું દૂધ ડેરીમાં જ જતું રહે છે.
Paragraph Filter

- સહકારીતાના પાટનગરમાં સીએમનું કુપોષણના મુદ્દે પશુપાલકોને સૂચન
- મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય ડેરી એક્સ્પોના ઉદ્દઘાટન પ્રસંગે કુપોષણ સામેની લડાઈમાં પશુપાલકોને જોડાવા કહ્યું
પશુપાલક બહેનોએ પ્રથમ દૂધનો ઉપયોગ ઘરમાં જ કરવો જોઈએ, વધે તેટલું દૂધ ડેરીમાં જવું જોઈએ, તેમ જણાવી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શુક્રવારે કુપોષણ સામેની લડાઈમાં સાથ આપવા પશુપાલકોને આણંદ નજીકના ચિખોદરા ગામે આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપોના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કિસાનોને કમોસમી માવઠાથી થયેલાં નુકશાનનું વળતર મળશે અને ઉદ્યોગો માટે જમીન સંપાદન નહીં થાય તેવી બાયધરી આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘આણંદમાં 1946માં બે ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી બનાવવામાં આવી હતી. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે આહવાન કર્યું હતું ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. ખેતી સાથે પશુપાલન વ્યવસાયથી ખેડૂત જીવી જશે. આ આહવાન અમૂલના સ્થાપક ત્રિભોવનદાસ પટેલે ઉપાડી લીધું હતું. આજે બે ગામમાં શરૂ થયેલી ડેરી ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય અમૂલ ડેરી બની ગઈ છે. પશુપાલનના પરિશ્રમના કારણે તે વિશ્વની મોટી ડેરી બની છે. ગાયને આપણે માતા ગણીએ છીએ.
બીજી તરફ ગાયના પેટમાંથી 10થી 15 કિલો પ્લાસ્ટિક નીકળે છે. બહાર ફેંકેલું પ્લાસ્ટિક પશુ ખાય છે. તેમાંથી રોગ થાય છે. કેટલાંક કિસ્સામાં ખિલ્લી કે ચીજવસ્તુ પણ નીકળે છે. આથી, બહેનોએ સંકલ્પ કરવો જોઈએ કે પ્લાસ્ટિક બહાર નહીં ફેકવું જોઈએ. પશુઓને જીવાંત વધુ પરેશાન કરે છે. આપણે ઘરમાં સ્વચ્છતા રાખીએ છીએ તો પશુને પણ સ્વચ્છ જગ્યાએ રાખવું જોઈએ.’મુખ્યમંત્રીએ કમોસમી વરસાદના નુકશાન અંગે જણાવ્યું હતું કે ‘ગ્લોબલ વોર્મિંગના કારણે માર્ચ, એપ્રિલમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેતીનો તૈયાર પાક પણ બગડ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને નુકશાનીમાં વળતર આપવાના ધોરણો સુધાર્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ એસટીઆરએફ હેઠળ ખેડૂતોને ખેતીમાં થયેલાં નુકશાની વળતર પેટે સહાય આપવામાં આવશે.’

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત જિલ્લા પ્રભારી મંત્રી છત્રસિંહ મોરી, સાંસદ લાલસિંહ વડોદિયા, દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જશવંતસિંહ સોલંકી, ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જીસીએમએમએફના ચેરમેન જેઠાભાઈ પટેલ, અમૂલના ચેરમેન રામસિંહ પરમાર, કૃષ્ણાનંદજી મહારાજ, જીસીએમએમએફના એમડી આર.એસ.સોઢી, અમૂલના એમડી ડો.કે.રત્થનમ, પ્રભારી સચિવ સંગીતાસિંઘ, પશુપાલન નિયામક એ.જે.કાછીયા પટેલ, કલેક્ટર ડો.ધવલ પટેલ વગેરે સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો અને મહિલા પશુપાલકો હાજર રહ્યાં હતાં.
આગળ વાંચો, દેશના પશુધન ઘટ્યું, રાજ્યમાં વધ્યું, જમીન સંપાદનથી ખેડૂતોની જમીન છીનવી નહીં લેવાય....