વેપાર-ધંધા પડી ભાંગ્યાં: સિલ્કસિટીની રોનક ઝંખવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સક્ષમ નેતાગીરીના અભાવે ચરોતરના ે સિલ્કસિટી ગણાતાં ઉમરેઠમાંથી વેપારીઓ સ્થળાંતર કરી રહ્યાં છે
-હમણાં સુધી બનારસી સાડીનાં વેચાણનું હબ ગણાંતા સિલ્કસિટી ઉમરેઠની રોનક
ઝાંખી પડી રહી છે
-એક જમાનામાં ચાંદીની ચળકાટ જેવા ધમધમતાં વેપાર-ધંધા પડી
ભાંગતા બજારો ઝાંખા પડી ગયાં છે
-ઉચ્ચ શિક્ષણ,
આરોગ્ય, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો સ્થળાંતર કરી રહ્યા છે

આણંદ લોકસભા બેઠકમાં સમાવષ્ટિ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારનો વિકાસ ટાંટિયાખેંચ રાજકારણમાં રુંધાયો છે. ચરોતર પંથકમાં વેપાર માટે પ્રખ્યાત સિલ્કસિટી ઉમરેઠમાં જરૂરી સુવિધાઓનો અભાવ અને સક્ષમ નેતૃત્વ નહીં મળતાં વેપાર ધંધા પડી ભાંગ્યા છે. આજે દર વર્ષે બે-પાંચ વેપારીઓ ઉમરેઠ છોડી અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. એક જમાનામાં બનાસી સાડીઓના વેચાણ માટે પ્રખ્યાત સિલ્કસિટી ઉમરેઠમાં ખરીદી માટે દૂર-દૂરથી ગ્રાહકોનો ધસારો રહેતો હતો.

આજે પરિસ્થિતિ ઊલટી છે, હવે ગ્રાહકોની રાહ જોતાં વેપારીઓ ઘસાઇ રહ્યા છે. ખેતીવાડી અને સાડીઓનો વેપાર પડી ભાંગ્યો છે. તાલુકા મથક હોવા છતાં ઉમરેઠમાં ઉચ્ચ શિક્ષણ માટે એક કોલેજ પણ નથી. ઉમરેઠ તેમજ આસપાસના ગામડાંઓનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે આણંદ કે ડાકોર સુધી લાંબા થવું પડે છે. આરોગ્યલક્ષી સુવિધા માટે સરકારી દવાખાનું તો ઠીક, પરંતુ સારી ખાનગી હોસ્પિટલ પણ નથી. ઉમરેઠ પંથકમાં જીઆઇડીસી છે, પરંતુ શો-મિલ સિવાય રોજગારી આપે તેવા એકેય ઉદ્યોગો નથી.

રોજગારી, ઉચ્ચ શિક્ષણ કે આરોગ્યલક્ષી સુવિધા માટે લોકોને હંમેશા અન્ય શહેરમાં જવું પડે છે. નગરમાં દબાણો અને પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી છે.તાલુકા મથક ઉમરેઠની આ સ્થિતિ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ કેવી હશે તેનો વિચાર કરવો જ મુશ્કેલ છે. લોકોએ નાછુટકે સ્થળાંતર કરવું પડી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી રેલવે ગોદી પણ બંધ થઈ ગઈ હોવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર પડી છે. સમૃદ્ધિ અને વેપારથી હર્યોભર્યો પંથક અસક્ષમ નેતાગીરીથી વિખેરાઇ રહ્યો છે. આ પંથક રાજકારણમાં ઝાંખી પડી ગયેલી રોનક પાછી મેળવવા ઝંખી રહ્યો છે.

આ અંગે વધુ વાચંવા તસવીર પર ક્લિક કરો...