• Gujarati News
  • Borsad's Sanjay Patel Killing In Son Funeral'll Wait For The Parents At USA

અમેરિકામાં દીકરાની અંતિમવિધિ માટે માતા-પિતાની રાહ જોવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: અમેરિકાના ફોર્બ્સ એવન્યુ ખાતે ફૂલ્ટોન સ્ટ્રીટ પાસે આવેલાં સિટ ગો ગેસસ્ટેશનના સ્ટોર પર સર્વિસ કરતાં બોરસદના યુવક સંજય પટેલની ગયાં અઠવાડિયે બે લૂંટારાંએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેઓની અંતિમયાત્રા રવિવારે યુએસમાં જ રાખવામાં આવી છે. અંતિમયાત્રા માટે સંજયના માતા-પિતાએ પુરાવાઓ મુકીને વિઝાની માગણી કરી છે. જોકે, તેઓને વિઝા મળવામાં કોઇ ટેકનિકલ કારણોસર મોડું થશે તો પુત્રની અંતિમવિધિનો સમય પણ પાછળ ઠેલવામાં આવશે, તેવું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.

- અમેરિકાના સિટ ગો ગેસસ્ટેશન પર સર્વિસ કરતાં બોરસદના યુવક સંજય પટેલની ગયાં અઠવાડિયે બે લૂંટારાંએ ગોળી મારી હત્યા કરી દીધી હતી
આ અંગેની વધુ માહિતી આપતાં સંજયભાઇ પટેલના બનેવી અમરભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘સંજય વિનુભાઇ પટેલ (ઉ.વ.39)નો પરિવાર બોરસદમાં આણંદ-તારાપુર રોડ ઉપર આવેલી જીગ્નેશ પાર્ક સોસાયટીમાં રહે છે. સંજય છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં ફોર્બ્સ એવન્યુ અને ફૂલ્ટોન સ્ટ્રીટમાં સ્થાયી થયાં હતાં. સંજય અને તેમનાં પત્ની ભાવનાબહેન ત્યાં રહેતાં હતાં. સંજય એક ગેસ સ્ટેશન પર આવેલાં સ્ટોરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં હતાં. તેઓની બે અજાણ્યાં ઇસમોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બોરસદમાં રહેતાં તેમનાં પરિવારમાં ગમગીનીનું વાતાવરણ છવાઇ ગયું છે. યુએસ સરકારે સંજયના મૃત્યુ અંગેનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધું છે. સંજયના પાર્થિવદેહનો અગ્નિસંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.
દીકરાની અંતિમવિધિમાં જવા માટે પિતા વિનુભાઇ અને માતા મંજુલાબહેને ભારત અને અમેરિકાના અખબારોમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલોનું કટિંગ, એફઆઇઆરની નકલ તેમજ ડેથ સર્ટિફિકેટની નકલ મુકીને વિઝા મેળવવા માટે અરજી કરી છે.’ વધુમાં અમરભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘તેઓને ફિંગરપ્રિન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમજ શનિવારે કે રવિવારે તેઓને વિઝા માટે બોલાવાશે. તેઓને વિઝા મળી જશે તો ત્યાંથી જ અમેરિકા જવા રવાના થઈ જશે. વિઝા મેળવામાં કોઇ કારણોસર વિલંબ થશે તો પુત્રની અંતિમવિધિ એક-બે દિવસ પછી કરવામાં આવશે. અલબત્ત, સંજયના માતા-પિતાની રાહ જોવામાં આવશે.’
વઘુ વિગતો વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો....