તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Black Jambu Important Source Of Income For Farmers Can Be

કાળા જાંબુ ખેડૂતો માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની શકે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સિઝનમાં ભાવ ૧૦૦૦થી લઇ ૧૩૦૦ સુધી પહોંચી જાય છે જાંબુનું વેચાણ સહેલું હોવાથી નુકસાની થવાની ભીતિ નથી

બગાયતી ખેતીમાં જાંબુની ખેતી એ આશાસ્પદ ખેતી ગણી શકાય. વર્ષ દરમિયાન એપ્રિલ, મે અને જૂન માસ દરમિયાન જાંબુના વૃક્ષ પર ફળ આવવાથી સારી આવક મેળવી શકાય છે. આફવા ગામના બે મિત્રો વૃક્ષો ભાડે રાખી જાંબુમાંથી સારી એવી આવક ઊભી કરે છે. સિઝન દરિમયાન એક વૃક્ષ પરથી ૧૦ મણથી લઈ ૧પ સુધી જાંબુનો ઉતાર આવે છે. સિઝનમાં ભાવ પણ સારા રહેતા સારીએવી આવક મળે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની દવા કે ખાતરનો ખર્ચ ન હોવાથી તેનો ફાયદો થાય છે.

બારડોલી તાલુકાના આફવા ગામે રહેતા વિનોદભાઈ બુધીયાભાઈ રાઠોડ અને રોહિ‌ત રાઠોડ બંને મિત્રો ભેગા થઈ આજુબાજુના ગામોમાં જાંબુના વૃક્ષો ભાડે રાખે છે. એક સિઝન દરમિયાન સારી એવી આવક મેળવી લે છે. રોહિ‌તભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર અમારી પાસે જમીન ન હોવાથી અમે આજુબાજુના ગામોમાં જાંબુના વૃક્ષો ભાડે રાખીએ છીએ. વર્ષ ૨૦૧૩ની સિઝનમાં ૧પ જાંબુના વૃક્ષો ભાડે રાખ્યા હતાં. આ સિઝન સારી છે, જાંબુનો ઉતાર પણ સારો આવ્યો છે એ સાથે જાંબુના ભાવ પણ સારા મળ્યા છે. માટે એકંદર આ વર્ષે મારા માટે સારુ સાબિત થયું છે. એક વૃક્ષ પરથી પહેલા ઉતારમાં ૪૦થી પ૦ કિલો ઉતરે છે. સિઝનમાં એક વૃક્ષ પરથી ૩થી ૪ વાર જાંબુના ફળ આવે છે. જેમાં સિઝન દરમિયાન એક વૃક્ષ પરથી ૧૦થી ૧પ મણ જાંબુનો ઉતાર આવે છે. સિઝનની શરૂઆતમાં જાંબુનો ભાવ ૯૦૦થી ૧૩૦૦ સુધીનો રહે છે.

ડાયાબિટિશ સહિ‌ત વિવિધ રોગોમાં પણ ઉપયોગી

જાંબુના ફળ જાંબુડીયાથી કાળા કલરના આકર્ષક દેખાવના તથા સ્વાદે મીઠા હોય છે. તેના ફળના ઠળીયા, છાલ પાંદડા વગેરેનું ઔધિય મૂલ્ય ઘણું છે. તેનો ઉપયોગ દરાજ, મધુપ્રમેહ, વૃક્ષા બંધ કરવા વગેરે રોગોમાં થાય છે. જાંબુના પાન ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જાંબુની ફળ આવવાની સિઝનમાં જાંબુમાંથી કમાણી કરી શકાય છે. સિઝનમાં ત્રણ વાર જાંબુના ફળ ઉતરે છે, જેમાં એક સમયે આશરે પ૦થી ૬૦ કિલો જેટલા ઉતરે છે.

જાંબુ વૃક્ષ પરથી ઉતારવા એ પણ એક કલા

જાંબુને વૃક્ષ પરથી નીચે ઉતારવાનું પણ કપરું છે. જાંબુના વૃક્ષની ડાળીઓ માણસનું વજન સહન કરી શકતી નથી અને તૂટી જાય છે. જાંબુના ફળ ડાળીના અંતિમ ભાગ પર જ થાય છે. આથી ડાળી પર ચઢીને જાંબુને ઉતારવું અઘરુ છે. જાંબુના ફળને નીચે ઉતારવા માટે એક ખાસ પ્રકારના વાંસ પર ચઢી ઉતારવામાં આવે છે. જાંબુને આ રીતે ઉતારવાની તરકીબ અમૂક જ માણસો જાણકાર હોય છે, જેથી આવા જાણકાર માણસોને જ બોલાવવામાં આવે છે.