આણંદ: જીટીયુના યુથ ફેસ્ટિવલમાં બીવીએમ કોલેજ અગ્રેસર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યુથ ફેસ્ટિવલમાં બિરલા વિશ્વકર્મા મહા વિદ્યાલય સેન્ટ્રલ ઝોનમાં પ્રથમ ક્રમાકે આવી)
આણંદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ ‘ક્ષિતિજ-2014’માં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ) સેન્ટ્રલ ઝોનમાં પ્રથમ ક્રમાંક સ્થાને આવી ચેમ્પિયનશીપની ટ્રોફી મેળવી હતી. સંસ્થાની ટીમે 77 પોઇન્ટ મેળવી પ્રથમક્રમ મેળવ્યો હતો. જીટીયુ દ્વારા બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વડોદરા ખાતે સેન્ટ્રલ ઝોનનો યુથ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં મધ્યઝોનની 19 કોલેજોના 625 જેટલા સ્પર્ધકો એ વિવિધ 24 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં મ્યુઝિક, ડાન્સ, થિયેટર ફાઇન આર્ટસ કલ્ચરલ જેવા ભાગોમાં જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
વિદ્યાનગરની બીવીએમ કોલેજના અધ્યાપકો પ્રો. ભરત પટેલ, પ્રો. અમિત ભાવસાર, પ્રો. આકાર રોધલિયા અને પ્રો. ઘનશ્યામ રાઠોડ તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિ તૃષીલ પટેલ અને કુ. કાજલ ઠક્કર સહિત 46 વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સ્પર્ધામાં બીવીએમ કોલેજ, મ્યુઝિક ડાન્સ અને થિયેટર કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવી, 24 સ્પર્ધાઓમાંથી 17 સ્પર્ધાઓમાં પ્રાપ્ત કર્યુ હતું. અને બીજા નંબર સાથે 30 પોઇન્ટના માર્જિનથી જીટીયુ ઝોન-3માં ચેમ્પિયનશીપ ટ્રોફી હાંસલ કરી હતી. સીવીએમના ચેરમેન ડો.સી.એલ.પટેલ, મંડળના હોદ્દેદારો, સંસ્થાના આચાર્ય ડો. એફ. એસ. ઉમરીગર, કોલેજની સેન્ટ્રલ કમિટિ તેમજ દરેક વિભાગના અધ્યાપકોનો સહકાર અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ આ સિદ્ધ પ્રાપ્ત કરી હતી.