આણંદ : વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી રાજ્યમાં બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મેળવતાં બેચરીના ખેડૂત

Best Farmer award in scientific farming farmer receiving bechari villege in anand district
Bhaskar News

Bhaskar News

Apr 27, 2015, 12:03 AM IST
આણંદ : સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હોય છે. જોકે, આધુિનક ઢબે પદ્ધતિસરની ખેતી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. એક વિઘામાં 103 મણ જીઆર13 વેરાઇટીમાં ઓછા ખર્ચે મબલખ પાક મેળવ્યો હતો.
Paragraph Filter
- પરંપરાગત ખેતીની જગ્યાએ ડાંગરની પદ્ધતિસરની ખેતી કરવાથી સારા ઉત્પાદન થકી સારી આવક મેળવી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ખેડૂત ભગવતભાઇ પટેલે પોતાની આગવી સૂઝ અને કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્રના સતત સંપર્કમાં રહીને ઓછા ખર્ચમાં વધુ આવક મેળવીને રાજ્યકક્ષાએ બેસ્ટ ફામર્સના એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેઓએ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણાં પૂરી પાડી છે.
અા અંગેની વધુ માહિતી આપતાં બેચરીના ભગવતભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં હું ચીલાચાલુ ખેતી પદ્ધતિથી ખેતી કરતો હતો. મને યોગ્ય વળતર મળતું નોહતું, પરંતુ આણંદમાં આત્મા પ્રોજેક્ટમાં બ્લોક ટેકનોલોજી મેનેજર સુિનલ મહેરિયાનો સંપર્ક કરી જોડાયો હતો. ખેતીમાં કંઇક નવું કરવાની પ્રેરણાં પણ મને ત્યાંથી મળી હતી. ત્યારબાદ ખેતીનાંવિસ્તરણ, ખેતીવિષયક તાલીમ ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામ દ્વારા ચાલવવામાં આવે છે. તે એફઆઇજી ગ્રૂપમાં જોડાયો હતો. તેમજ આધુનિક વૈજ્ઞાિનક ખેતી પદ્ધતિથી ખેતીનો પ્રારંભ કર્યો હતો. આ ખેતી પરંપરાગત પ્રકારની ખેતીથી થોડી અલગ છે.’
વધુ વિગતો જાણવા માટે આગળની સ્લાઈડ્સમાં જૂઓ..
X
Best Farmer award in scientific farming farmer receiving bechari villege in anand district

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી