• Gujarati News
  • Anudan Of Rs 128.44 Lakh To S.P University V V Nagar

એસપી યુનિવર્સિટીને સંશોધન માટે ૧૨૮.૪૪ લાખનું અનુદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મશિન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરીશ પાઢની સંશોધન યોજનાની દરખાસ્ત સ્વીકારી અને બે વર્ષના સમયગાળા માટે રૂ.૧૯,૯૧,૭૬૪નું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સાયન્સ એન્ડ એન્જિનિયિંરગ રિસર્ચ કાઉન્સિલે યુનિવર્સિટીના અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સૌરભ એસ. સોનીની સંશોધન યોજના ડેવલપમેન્ટ ઓફ વોટર બેઝિડ પોલીમર જેલ ઇલેક્ટ્રોનિક્સ ફોર એડવાન્સડ ડિવાઇસીસ માટે રૂ.૨૫,૪૦,૮૦૦નું અનુદાન મંજૂર કર્યું છે.

આ ઉપરાંત નવી દિલ્હીના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનરે સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગોના અધ્યાપકોની સંશોધન યોજના માટે કુલ રૂ.૮૩.૧૩ લાખની રકમનું અનુદાન મંજૂર કર્યું છે. આ અનુદાનમાં બી.આર.ડી. સ્કૂલ ઓફ બાયોસાયિન્સસના ડૉ.કિરણ કાલિયાની સંશોધન યોજના માટે રૂ.૧૬.૪૮ લાખ, ડૉ.દતામદમવારની સંશોધન યોજના માટે રૂ.૧૩.૪૧ લાખ, અનુસ્નાતક ભૌતિકશાસ્ત્ર વિભાગના ડૉ.મિલિન્દ દેશપાંડેની સંશોધન યોજના માટે રૂ.૧૧.૫૯ લાખ, ડૉ.નિસર્ગ કે.ભટ્ટની સંશોધન યોજના માટે રૂ.૧૧.૮૯ લાખ, અનુસ્નાતક આંકડાશાસ્ત્ર વિભાગના ડૉ.તપન શાહની સંશોધન યોજના માટે માટે રૂ.૧૨ લાખ, અનુસ્નાતક આંકડાશાસ્ત્ર વિભાગના ડૉ.મિલિન્દ બી.ભટ્ટની સંશોધન યોજના માટે રૂ.૧૧.૮૮ લાખ, અનુસ્નાતક સોશ્યલ વર્ક વિભાગના ડૉ.શિવાની મિશ્રાની સંશોધન યોજના માટે રૂ.૧૦ લાખ મંજુર થયાં છે.