ચરોતર સુન્ની વ્હોરા સમાજનો બીજો સમૂહ નિકાહ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રારંભમાં તિલાવતે કુરઆને પાકથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો

પેટલાદ મિલ્લતનગર ખાતે ચરોતર સુન્ની વ્હોરા સુધારક મંડળ (૬૮ અટક) ગુજરાત રાજ્યના ઉપક્રમે સમાજનો બીજો સમૂહ નિકાહ સમારંભ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખ સ્થાને યોજાયો હતો. જેમાં ૧૩ નવયુગલોએ નિકાહ કર્યા હતા. પ્રારંભમાં તિલાવતે કુરઆને પાકથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.
ઉસ્માનગની આર. વ્હોરાએ સમાજ અને સુધારક મંડળનો પરિચય આપી જણાવ્યું હતું કે મુખ્યમહેમાનપદે પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, આંકલાવના ધારાસભ્ય અમીતભાઈ ચાવડા, એન. કે. હાઇસ્કૂલના આચાર્ય જયેશભાઈ પટેલ, વ્હોરા સુધારક મંડળના પ્રમુખ અને મ્યુ. સભ્ય ફિરોજભાઈ રેતીવાળાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.૧૩ નવયુગલોની નિકાહવિધિ સંપન્ન કરાઇ હતી.સમૂહલગ્ન સમારંભને સફળ બનાવવા મંડળના ચેરમેન ઐયુબભાઈ વ્હોરા મહેબુબભાઈ વ્હોરા, મિલ્લતનગર ગુલશનનગરના નવયુવાનો સહિ‌ત સમાજના લોકોએ જહેમત ઉઠાવી હતી.