તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ankalava District Village Manapura Sarapancane Suspended Recognized

આંકલાવ તાલુકાના માનપુરા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બેથી વધુ બાળકો હોવાનું ખુલતાં ટીડીઓએ કરેલો હુકમ

આંકલાવ તાલુકાના માનપુરા ગામના સરપંચને બેથી વધુ બાળકો હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ તેમને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે.

આંકલાવ તાલુકા વિકાસ અધિકારીએ હુકમમાં જણાવ્યું હતું કે 'માનપુરા ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ તરીકે ચૂંટાયેલા ઠાકોરભાઈ ઉર્ફે ટીનાભાઈ કેશરીસિંહ પઢિયારને બે કરતાં વધુ બાળકો હોવા છતાં સરપંચ તરીકે ચૂંટાયેલા છે, તે અંગેની રજુઆત મળી હતી. આ સંદર્ભે તપાસ કરતાં ઠાકોરભાઈ ઉર્ફે ટીનાભાઈને બે કરતા વધુ બાળકો હોવાના પુરાવા મળ્યાં હતાં. આથી, ઠાકોરભાઈ ઉર્ફે ટીનાભાઈને સરપંચના હોદ્દા પરથી દુર કરવામાં આવે છે.

બામણગામ પંચાયતના સભ્યને હોદ્દા પરથી દુર કરાયાં

આંકલાવ તાલુકાની બામણગામ ગ્રામ પંચાયતના સભ્ય પુનમભાઈ મણીભાઈ પઢિયાર સામે પંચાયત હસ્તકના સર્વે નં.૬૨પ-અ પૈકી ૧વાળી જમીનમાંથી ૧૦,૦૦૦ મેટ્રીક ટન માટી ઉપાડવાની મંજુરી મેળવી ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને માટી પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવેલો હોવાની રજુઆત મળી હતી. આ અંગે તપાસ કરતાં પુનમભાઈ વિરૂદ્ધ પુરાવા મળ્યાં હતાં. આથી, પુનમભાઈ પઢિયારને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દુર કરવા તાલુકા વિકાસ અધિકારી, આંકલાવે હુકમ કર્યો હતો.