• Gujarati News
  • Anand's 10 And 11 April Petrol Pump Will Stop Selling At Night Time Latest News

આણંદ:પેટ્રોલપંપ 10 અને 11મીની રાત્રે વેચાણ બંધ રાખશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: પેટ્રોલ ડિઝલના ડિલરોની માગણીઓ સંતોષવામાં ના આવતાં ડિલરો દ્વારા 10મી અને 11મીનાં રાત્રિનાં સમય દરમિયાન પેટ્રોલ ડિઝલનું વેચાણ બંધ રાખવામાં આવશે. તે અંગેના બેનર પેટ્રોલપંપ ઉપર લગાડવામાં આવતા વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઇ હતી.
Paragraph Filter
- પડતર માગણીઓ સંદર્ભે પગલું: પેટ્રોલપંપ ઉપર બેનર લગાવવામાં આવતાં વાહનચાલકોની લાગેલી કતારો

આ અંગેની વધુ માહિતી આપતાં આણંદ બોરસદ ચોકડી પર પેટ્રોલપંપ ધરાવતાં પરીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ‘ચરોતરમાં આવેલાં પેટ્રોલપંપના ડિલરોની વર્ષો જૂની માગણીઓ સંતોષવામાં સરકાર અને ઓઇલ કંપનીઓ દ્વારા ઉદાસિનતા દાખવવામાં આવી રહી છે. તેમજ અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવોના વધારાં અને ઘટાડા માટેનો પણ કોઇ જ સમય નક્કી નથી. મનફાવે ત્યારે ભાવો વધારી અને ઘટાડી દેવામાં આવે છે.

આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટેની એક મીટિંગ પણ ઓલ ઇન્ડિયા પેટ્રોલ-િડઝલ ડિલર અસોસિએશનની મળી હતી. આગામી 10 અને 11 એપ્રિલના રોજ અમુક સમય માટે પેટ્રોલપંપ પર વેચાણ બંધ રાખવામાં આવશે, તેવો નિર્ણય લેવાયો છે.
આગળ વાંચો, પેટ્રોલ પંપ પર લાગેલી વાહનચાલકોની કતારો, ક્યારે પેટ્રોલપંપ બંધ રખાશે...