• Gujarati News
  • Anand Sojitra Teacher Blackmailar Those Girl And Boy Arrest At Nadiad Latest News

શિક્ષકને બ્લેકમેઇલ કરનારાં યુવતી-યુવક ઝડપાયાં, બેગમાં કાણું પાડી વિડિયો ઊતારી'તી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: સોજિત્રાના શિક્ષક પાસેથી બીભસ્ત કિલપિંગના નામે બ્લેક મેઇલ કરીને રૂ 6.30 લાખ ખંખેરી લેનાર સોજિત્રાની વતની અને હાલમાં આણંદમાં રહેતી યુવતી તથા તેના સાગરીતને પોલીસે ઝડપી લઇ આઠ મોબાઇલ ફોન અને ચાર એટીએમ કાર્ડ કબજે લઇ વધુ તપાસ શરૂ કરી છે.પોલીસના જણાવ્યાં અનુસાર સોજિત્રામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેંમતકુમાર ચૌહાણને આણંદની એક યુવતી સાથે ફેસબુક પર સંપર્ક થયો હતો.
Paragraph Filter
- યુવતી અને યુવક પાસેથી આઠ મોબાઇલ કબજે લેવાયાં

આ સંપર્ક ધીમે ધીમે પ્રેમમાં ફેરવાયો હતો. શિક્ષક અને યુવતી આવારનાવર નડિયાદ સમ્રાટ ગેસ્ટહાઉસ તેમજ અન્ય ગેસ્ટહાઉસમાં જઇને દેહ સંબંધ પણ બાંધ્યો હતો. આ અંગેની કિલપિંગ યુવતીએ ઉતારી લીધી હતી. થોડા દિવસ પછી ક્રાઇમ બ્રાન્ચમાંથી દરબાર સાહેબ બોલું છુ તમે એક યુવતી સાથે દેહ સંબંધ બાંધ્યો છે તેની કિલપિંગ અમારી પાસે છે. તેમ કહીને એક પુરૂષે ઠગ યુવતી અને અન્ય એક મહિલા સાથે મળીને શિક્ષકને ધાક ધમકી આપી 6.30 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. આ ગુનાની તપાસ કરતાં સોજિત્રાના પીએસઆઇ એન.એલ.પાંડોર અને પેટલાદના ડીવાયએસપીએ આધુનિક ટેકનોલોજીથી યુવતીનો મોબાઇલ ફોન ટ્રેસ કરી તેને ઝડપી લીધી હતી.

હાલમાં આણંદમાં રહેતી સ્નેહાએ પોતાના પ્રેમી સોજિત્રાના વતની અને હાલમાં નડિયાદમાં રહેતાં પિયુષ ભાસ્કર પટેલ સાથે મળી શિક્ષકને ફસાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પિયુષ પટેલની પણ અટકાયત કરી હતી. આ કાવતરામાં તેઓની સાથે પ્રદીપભાઇ નટુભાઇ મહિડા પણ સામેલ હોવાનું બહાર આવતાં પોલીસે તેની અટકાયત માટે ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે સ્નેહા પાસેથી એક મોબાઇલ ફોન અને પર્સ તેમજ પિયુષ પાસેથી સાત મોબાઇલ સાત મોબાઇલ અને ચાર એટીએમ કાર્ડ પણ કબજે લીધાં હતાં.
આગળ વાંચો, મોજશોખ માટે શિક્ષકને ફસાવ્યો, સ્કૂલ બેગમાં કાણું પાડી વિડિયો ઊતારી...