તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના ખેડૂત સાથે ચાર લાખની છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના થામણા ગામના ખેડૂતની તમાકુની ભૂક્કી લઇ જઇ બારોબાર બીજાને વેચી મારી ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર મહુધાના મીનાવાડાના ખેડૂત સામે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ પોલીસના જણાવ્યાં મુજબ ઉમરેઠ તાલુકાના થામણા ગામના મનહરભાઇ ભાઇલાલભાઇ પટેલે ૨૦મી જૂનના રોજ પોતાની તમાકુની ભૂક્કી બનાવી હતી. આ ૨૨૮ ગૂણ ભૂકકી તેઓએ ૪૩૦૪૧૬ રૂપિયામાં મહુધાના મીનાવાડા ગામના હિ‌તેશભાઇ અંબાલાલ પટેલને વેચવા માટે આપી હતી.

આ ભૂક્કી નક્કી કરેલા વેપારીને આપવાને બદલે હિ‌તેશભાઇએ બીજા વેપારીને આપી દઇ તેના આવેલા ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા પોતાની પાસે રાખી લીધાં હતાં. થામણા ગામના મનહરભાઇએ વારંવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં નાણાં નહી આપી છેતરપિંડી કરનાર મીનાવાડાના હિ‌તેશભાઇ પટેલ સામે આખરે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.કે.મોડિયાએ મીનાવાડાના હિ‌તેશભાઇ પટેલસામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જોળમાં કોર્ટમાં ચાલતા દાવાના સમાધાન પછી નાણાં ન આપતાં ફરિયાદ નોંધાવાઈ

આણંદ તાલુકાના જોળ ગામમાં જમીનના કેસમાં સમાધાન કરી નાણાં નહી આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસના જણાવ્યાં મુજબ જોળ ગામમાં રહેતા છોટાભાઇ ભઇજીભાઇ પરમાર અને વિદ્યાનગરના કુશલ વિનોદકુમાર ભટ્ટ વચ્ચે જમીન બાબતે ર્કોટમાં દાવો ચાલતો હતો. આ દાવા બાબતે થોડા સમય અગાઉ બંને વચ્ચે સમાધાન થયું હતું. સમાધાનમાં નાણાં આપવાનું નકકી કરવામાં આવ્યું હોવાછતાં કુશલ ભટ્ટે નાણાં આપ્યાં નહોતાં. છોટાભાઇએ નાણાંની માંગણી કરતાં કુશલભાઇ અને તેમના મળતિયા હર્ષ ભટ્ટ, બાકરોલના ઇનાયતખાનત સીકંદરખાન પઠાણ, સાજીદભાઇ વોરા અને નાપાના લવીંગખાન પઠાણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે છોટાભાઇએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.