• Gujarati News
  • Anand Couple BAM 28 Million With A Vadodara's Trader And Visa Fraud In Anand Latest News

આણંદના દંપતીની વડોદરાના વેપારી સાથે 28 લાખની ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરના દંપતીએ મકાન ખરીદવા માટે વડોદરાની વ્યક્તિ પાસેથી લીધેલી રૂ.28.87 લાખ જેવી માતબર રકમનો બારોબાર વહીવટ કરી નાખ્યો હતો. આ અંગે વડોદરાની વ્યક્તિએ પ્રથમ આણંદ શહેર પોલીસ મથકે દંપતી સામે ફરિયાદ આપી હતી, જેની તપાસમાં ભાદરણની હદ હોવાથી શૂન્ય નંબરથી ભાદરણ પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
Paragraph Filter
- વેપારીએ મકાન ખરીદવા આપેલાં 28.87 લાખનો બારોબાર વહીવટ
- બાકરોલના યુવકે અલગ દિવસે રૂ. 85 હજાર ખંખેરી લીધાં : યુવકની ધરપકડ
ભાદરણ પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, શહેરના લોટીયા ભાગોળમાં રહેતાં અનસુયાબહેન ભરતભાઈ પંડ્યા અને ભરતભાઈ પ્રભાશંકર પંડ્યા થોડા સમયમાં મનોજભાઈ હિરાભાઈ પટેલ (રહે.વડોદરા) નામના વેપારીના પરિચયમાં આવ્યાં હતાં. આ પરિચય દરમિયાન મનોજભાઈએ મકાન ખરીદવા માટે રૂ. 20 લાખની રકમ દંપતીને આપી હતી. બાદમાં દવા – ઓપરેશનના નામે દંપતીએ વધુ કેટલીક રકમ મગાવી હતી. આ રકમ મળી કુલ રૂ. 28,87,481 થઈ હતી. જોકે, બાદમાં દંપતીએ મકાન અન્યના નામે જ ખરીદી લીધું હતું.
આ ઘટના અંગે મનોજભાઈને જાણ થતાં તેઓએ પ્રથમ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં હદ ભાદરણ પોલીસની હોવાનું બહાર આવતાં ભાદરણ પોલીસને શૂન્ય નંબરે ટ્રાન્સફર કરી આપવામાં આવી હતી. આ ફરિયાદ આધારે ભાદરણ પોલીસે અનસુયાબહેન અને ભરતભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ. આહિરને સોંપવામાં આવી છે.
આગળ વાંચો, વિદેશ જવા મોકલવાના બહાને યુવતી સાથે છેતરપિંડી...