• Gujarati News
  • Anand Assembly Election, 7.54 Percent Voting In First Two Hours

આણંદ વિધાનસભા ચૂંટણી: પ્રથમ બે કલાકમાં 7.54% મતદાન થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભાજપના રોહીત પટેલ અને કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારની ફાઇલ તસવીર)
- આણંદ વિધાનસભા પેટાચૂંટણી: ૨.પ૬ લાખ મતદારો પ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
- આણંદ, વિદ્યાનગર અને કરમસદ સહિ‌ત ૨પ૨ બુથ પર મતદાન થશે: ૩૦ મતદાન મથકો માટે વેબકાસ્ટિંગ દ્વારા લાઇવ ટેલિકાસ્ટ
- આણંદ વિધાનસભા પેટા ચૂંટણીમાં ક્ષત્રિય અને પટેલની સીધી ટક્કર
- ભાજપે 'નો રીપીટ’ થિયરીમાં પણ પટેલની પસંદગી, કોંગ્રેસે 'રીપીટ’ થિયરીમાં ક્ષત્રિય પર પસંદગી કરી
આણંદ: આણંદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિ‌ત પાંચ ઉમેદવાર મેદાનમાં છે. તેઓનું ભાવિ ૨.પ૬ લાખ મતદારોના આંગળીના ટેરવે રહેલું છે. આણંદમાં ત્રણ વાગ્યા સુધીમાં 46.73% મતદાન થયું હતું એ પહેલા બપોરે એક વાગ્યા સુધીમાં 33% મતદાન થયું હતું. સવારે મળતી વિગતો મુજબ 11 વાગ્યા સુધીમાં 22.84 ટકા મતદાન થયું હતું જયારે પ્રથમ બે કલાકમાં 7.54% જ મતદાન થયું હતું અને હજુ પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને સારું મતદાન થાય એવી આશા રખાઈ રહી છે. આ ચૂંટણી નિર્વિ‌ઘ્ન રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો હતો. આ અંગે શુક્રવારના રોજ ચૂંટણી સાહિ‌ત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રથમ વખત બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
મતદાનનો સમય સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધીનો રહેશે. ડી.એન.હાઇસ્કૂલ ખાતે શુક્રવારના રોજ ચૂંટણીમાં જોડાયેલાં કર્મચારી - અધિકારીઓને ઇવીએમ ઉપર તમામ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદ મત વિસ્તારમાં ૨પ૨ મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે. ૩૦ મતદાન મથકો માટે વેબકાસ્ટિંગ દ્વારા લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ૩૦ મતદાન મથકો ખાતે થતી મતદાન પ્રક્રિયા ઉપર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાકેશ શંકર, જનરલ ઓબ્ઝર્‍વર સી.આર.પ્રસન્ના, ખર્ચ નિરીક્ષક મનજિતસિંગ કૌર દ્વારા નજર રાખવામાં આવશે. મતદાનના દિવસે ૮ હજાર કર્મચારી, અધિકારીની સેવાઓ લેવામાં આવશે.
આણંદ
2012નું ચૂંટણી પરિણામ

વિજેતા: ભાજપના દિલીપ પટેલ, મત: 82956
લીડ: 987
હાર: કાંતિભાઈ સોઢા
મત: 81969

2007નું ચૂંટણી પરિણામ

વિજેતા: ભાજપના જ્યોત્સનાબેન પટેલ, મત: 63745
લીડ: 1770
હાર: કોંગ્રેસના કાંતિભાઈ સોઢા
મત: 61975
આગળ ક્લિક કરો અને વાંચો આણંદ વિધાનસભામાં આજે કેવી હશે સુરક્ષા વ્યવસ્થા ?