આણંદ શહેરમાં દાહોદના યુવકની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં કૈલાસભૂમી પાછળથી મળેલી અજાણી લાશના બનાવમાં આખરે પીએમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધી શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.

આણંદમાં કૈલાસ ભૂમિ પાછળ શહીદવનના વરંડા પાસેથી મંગળવારે સવારે એક લાશ મળી હતી. આ અંગે પીએમ રિપોર્ટ આધારે શહેર પોલીસે અજાણ્યા ઇસમ સામે મૃતકને કોઇ કારણોસર માર મારી મોત નિપજાવી લાશ ફેંકી દીધી હોવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ આરંભી હતી. જેમાં મૃતક દાહોદના ધાનપુર ગામનો શંકર બાબુ હોવાનું જણાઇ આવ્યું હતું. છેલ્લા આઠ માસથી તે આણંદમાં મજૂરી કામ માટે આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેના વાલીવારસોને જાણ કરી આણંદ બોલાવ્યાં છે.

હત્યાનો ઉકેલ હાથવેંતમાં હોવાનો પોલીસનો દાવો
શહેર પોલીસ ઈન્સ્પેકટર પી.કે.દિયોરાએ જણાવ્યું હતું કે ‘મૃતકની ઓળખ થઇ ગઇ છે. તેના વાલીવારસોને લેવા માટે પોલીસની એક ટીમને દાહોદ મોકલી દીધી છે. તપાસમાં મહત્વની કડી મળી છે અને એના આધારે યુવકની હત્યા કોણે અને ક્યા ઇરાદે કરી હોવાનું ઉકેલ હાથવેતમાં છે.