તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ બાદ હત્યા કેસમાં આસોદર હિબકે ચડ્યું, યુવકની નીકળી અંતિમયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આંકલાવ તાલુકાના આસોદર ગામે માર્બલના વેપારી એકલવ્ય પટેલના યુવાન પુત્ર જયમીનનું તેમના કોમ્પ્લેકસ બાજુમાં આવેલ દુકાનદાર દંપતીએ દેવું ચૂકવવા માટે પોતાના સાળા અને તેના મિત્રોની મદદથી અપહરણ કરી વેપારી પાસેથી રૂ.બે કરોડની ખંડણી માગી હતી. જે અંગેની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઇ છે. જેના પગલે ગામમાં હોહા મચી જતાં ગભરાઇ ગયેલા અપહરણકારોએ યુવકને ગળે ટૂંપો દઇ હત્યા કરી વાસદા નજીક લાશ સળગાવી દીધી હતી. જે બનાવની જાણ થતાં ગામમાં ભારે શોક છવાઇ ગયો હતો. રવિવારે વેપારી યુવકની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું. જેમાં લોકોએ હત્યારા દંપતી વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો. વેપારી પુત્રની અંતિમ યાત્રામાં આણંદના સાંસદ દિલીપ પટેલ તથા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, ગામના આગેવાનો, વેપારીઓ તથા ગ્રામજનો મોડી સંખ્યામાં જોડાયા હતા.

છેક સુધી તેમના પરિવારને જાણ કરવામાં આવી ન હતી

જયમીનની લાશ વાંસદા ગામેથી મળી આવ્યા બાદ હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું. પરંતુ ગ્રામજનો અને સગા-સંબંધીઓએ આ વાત તેમના પરિવારને જણાવી ન હતી. જયમીનના પિતા એકલવ્ય પટેલ, બેન હેતલબેન તથા માતા રંજનબેનને મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવે ત્યારે પુત્રની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. આમ ગ્રામજનોએ અને સગા-સંબંધીઓએ તમામ કામગીરી માથે લીધી હતી.

એકલવ્ય પટેલના કોમ્પ્લેકસમાં દુકાન ભાડે રાખનારે જ પુત્રની હત્યા કરી

આસોદરના એકલવ્ય પટેલનું વાસદ રોડ પર કોમ્પ્લેકસ આવેલું છે. નડિયાદના હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ એક વર્ષ અગાઉ તેમના કોમ્પ્લેકસમાં દુકાન ભાડે રાખી આસોપાલવ સાડી સેન્ટર ખોલ્યું હતું. પરંતુ તેઓને 15 લાખનું દેવુ થઇ ગયું હતું. દેવુ ઉતારવા માટે મકાન માલિકની આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય તેને ધ્યાને લઇ તેમના પુત્રનું અપહરણ કર્યુ હતું. પરંતુ વાત ચર્ચાઇ જતાં ગભરાટના માર્યા આરોપીઓએ તેમના પુત્રની હત્યા કરી દીધી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો માહિતી અને જુઓ અંતિમયાત્રાની વધુ તસવીરો......
અન્ય સમાચારો પણ છે...