ઘૂળેટીના રંગોમાં ચરોતરવાસીઓ રંગાયા, યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેર સહિત જિલ્લામાં હોલીકા દહન બાદ સોમવાર સવારે સૌ કોઇને ભેગા મળી રંગોત્સવના મહાપર્વ એવા ધૂળેટી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શહેરો અને ગામડાઓમાં સોમવારના રોજ સૌ કોઇ મતભેદ ભૂલીને એક-બીજાને અબીલ ગુલાલ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આણંદ શહેરમાં વહેરાઇમાતા, ચોપાટા, નાના અડધ, મોટા અધડ, લોટીયાભાગોળ તથા વિદ્યાનગર રોડ પર વહેલી સવારથી વિવિધ યુવક મંડળો દ્વારા ડીજે મુકીને હોલીકે દિન ખીલ જાયેંગે... રંગોમાં રંગ મીલ જાયેંગે એવા સૂરેલી ગીતો વચ્ચે અબાલવૃદ્ધ સૌ કોઇ અવનવા રંગો વચ્ચે રંગોત્સવની ઉજવણી કરાઇ હતી. મોડી સાંજે સોસાયટી અને પોળોમાં સમૂહ ભોજન સાથે કરીને ધૂળેટી પર્વ મનાવવામાં આવ્યું હતું. આણંદ બેઠક મંદિર સરગરા સમાજ દ્વારા સાંજના 4 કલાકે ગેર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

ડીજેના તાલે ઝૂમતા યુવાનોની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...