તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુણીના ટેકરાના મુવાડામાં પાણીના પ્રશ્ને મહિલાઅોએ પંચાયત ગજવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના કુણી ગામે ટેકરાના મુવાડામાં ભરચોમાસામાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ પંચાયતમાં હલ્લાબોલ કરી ઘેરાવો કર્યો હતો. ગળતેશ્વર તાલુકાના કુણી ગામ નજીક આવેલું ટેકરાના મુવાડા આશરે 400થી વસ્તી ધરાવતું ગામ છે, આ ગામમાં વોટરવર્કસનું કાયદેસર કનેક્સન આપેલું નથી. ગામ લોકો પોતાની વ્યથા જણાવતા અને આક્રોશ સાથે મંગળવારે મહિલાઓ સાથે ગ્રામ પંચાયત કુણી ખાતે આવીને માટલા ફોડીને તેમની વ્યથા તથા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
 
જોકે, કુણી ગામના મહિલા સરપંચના પતિ આવીને મામલો થાળે પડ્યો હતો. હાલ બોરની મોટર બગડી ગઈ હોવાથી તથા જે મોટર હાલમાં છે, તેનાથી ગામને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની વાત કરી હતી. જ્યારે સરપંચ તથા તલાટી હાજર ન રહેતા ગ્રામજનો આક્રોશ ચરમસીમાએ પહોચી ગયો હતો. મહિલાઓ સુત્રોચાર કરીને પોતાની વ્યથા રજુ કરી હતી અને નવી મોટરની માંગ સાથે તથા વોટર વર્કસની આકારની કરી પંચાયત પોતાનું મીટર નાખીને વીજ ચોરી માંથી બચાવવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,400થી વધુ વસ્તી ધરાવતા આ કુણી ગામમાં પીવાના પાણી માટે કાયદેસરનો સંપ પણ  આપવામાં આવ્યો નથી. જેથી સત્વરે આ બાબતે કાર્યવાહી કરવા પંચાયતમાં આક્રોશ સાથે મહિલાઓ દ્વારા રજૂઆત કરાઇ છે. જો સત્વરે કાર્યવાહી નહી કરાય તો ગ્રામજનોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 
અન્ય સમાચારો પણ છે...