પતિના ત્રાસથી પરિણીતા નહેરમાં ઝંપલાવવા નીકળી, અભયમે માતા-પિતાને સોંપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: બોરસદ તાલુકામાં રહેતી 30 વર્ષીય પરિણીતા છેલ્લાં કેટલાંય સમયથી પતિના માનસિક ત્રાસનો ભોગ બની હતી. જેને પગલે તેણે મનથી આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે, તે આપઘાત કરવા જાય તે પહેલાં જ તેણે રાજ્ય સરકારની 181 અભયમ પર ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. આ આપવીતી જણાવી તે દહેવાણમાં આવેલી પાણીથી છલોલછલ ભરેલી નહેરમાં ઝંપલાવવા ગઈ હતી. જોકે, તે નહેરમાં ઝંપલાવે તે પહેલાં અભયમની ટીમે તેનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને તેમણે પરિણીતા નહેરમાં ઝંપલાવે તે પહેલાં જ તેને બચાવી લીધી હતી. 


 આ અંગે વાત કરતા અભયમ ટીમના મહિલા કાઉન્સિલર હેતલબેન મકવાણાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા તેના પરિવારથી કંટાળી ગઈ હતી. જેને કારણે તેને બહુ આઘાત લાગ્યો હતો. તે છેલ્લાં કેટલાંય સમયથી માનસિક તણાવ હેઠળ રહેતી હતી. આ અંગેની જાણ કર્યા બાદ તેણે અંતમાં જિંદગી ટૂંકાવવાનું જણાવ્યું હતું.
 બનાવની ગંભીરતા જાણીને અમે તેની સાથે સતત વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેને તે અત્યારે ક્યાં છે તે તમામ બાબત જાણી લીધી હતી. જેમાં તે દહેવાણ નહેર પાસે હોવાનું જણાવ્યું હતું. જેને પગલે અમે લોકો તુંરત જ ત્યાં પહોંચી ગયા હતા.

 

પહોંચીને અમે લોકોએ જિંદગી ખૂબસુરત છે અને આપઘાત કરવાથી તમામ સમસ્યાનો અંત આવતો નથી, તેમ જણાવ્યું હતું. જોકે, તેનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેને પૂછતાં તેણે પતિ દ્વારા વારંવાર ત્રાસ અપાતો હોવાનું જણાવીને તેના પતિના ઘરે જવાની ચોખ્ખી ના પડી દઇ બલ્કિ માતા-પિતાના ઘરે જવાનું કહ્યું હતું. જેને પગલે અમે લોકોએ તેને સલામત તેના માતા-પિતાના ઘરે મોકલી દેતા પરિવારમાં આનંદ છવાયો હતો.

 

 

અન્ય સમાચારો પણ છે...