તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં જ ઓસ્ટ્રેલિયાની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વોકેશનલ કોર્સ કરવાની તક મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: હવે ગુજરાતમાં જ રહીને વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની સરકાર અધિકૃત ટેફ એનએસડબલયુના વોકેશનલ કોર્ષ કરવાની તક મળશે. ટેફમાં ડિપ્લોમાં કર્યા બાદ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, યુએસએની યુનિવર્સિટીમાં ડિગ્રી માટે ક્રેડિટનો લાભ પણ મળશે. જેની માટે ટેફ સાથે અમદાવાદમાં પ્રથમ મેર્ક્સ ટેફ ટ્રેઇનિંગ સેન્ટર શરૂ કરાયું છે.
 
એમ મેકર્સ ટેફ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રવિણ ગોયલે આણંદ ટાઉન હોલમાં ટેફ એનએસડબલ્યુ, મેર્ક્સ ટેફ ટ્રેઇનિંગ અને ‘દિવ્ય ભાસ્કર’ના સહયોગથી ધો.12 અને ડિપ્લોમાના છાત્રો માટે આયોજિત ફ્રી સેમિનારમાં જણાવ્યું હતું. સેમિનારમાં માઇગ્રેશન સેન્ટર ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રવિણ ગોયલે જણાવ્યું કે, ભારતમાં રિપ્રોડ્યુસ કરનાર શિક્ષણ અને ઓસ્ટ્રેલિયામાં એપ્લીકેશન આધારિત શિક્ષણ અપાય છે.
 
ઓસ્ટ્રેલિયામાં ટેફના કેમ્પસમાં સર્વશ્રેષ્ઠ વ્યવાસાયિક શિક્ષણ અપાય છે. ટેકમાંથી વોકેશનલ કોર્ષ કરનારને વિદેશની યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્ષમાં છ મહિનાથી લઇને દોઢ વર્ષ સુધીની ક્રેડિટ અપાય છે. ઓસ્ટ્રેલિયાની 49 યુનિવર્સિટી પૈકી 7 યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીમાં સમાવેશ છે. અમદાવાદમાં શરૂ કરાયેલા મેર્ક્સ ટેફ ટ્રેઇનિંગ કેમ્પસમાં હવે વિદ્યાર્થીઓ આઇટી, એકાઉન્ટીંગ, લીડરશીપ અેન્ડ મેનેજમેન્ટ, બિઝનેસ, એચઆરએમ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ડિપ્લોમાનો કોર્ષ કરી શકે છે.
 
ઓસ્ટ્રેલિયાના ટેફ એનએસડબલ્યુના જોહ્ન આર્થરે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયન સરકાર અધિકૃત ટેફમાંથી દર વર્ષ 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. ટેફમાંથી ડિપ્લોમા કરનારને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં ડિગ્રીના કોર્ષમાં છ મહિનાથી દોઢ વર્ષની ક્રેડિટ મળશે. સિડની સ્થિત યુબીએસએસના કાર્લોસે જણાવ્યું તું કે “ટેફ અને યુબીએસએસમાં શ્રેષ્ઠ અને ગુણવત્તાયુકત શિક્ષણ અપાય છે.’ સેમિનારમાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ટેફમાં 10હજારથી લઇને 70 હજારની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...