તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં ધો.10ની પરીક્ષા આપનાર છાત્રની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
આણંદ: વિદ્યાનગર સ્થિત આરપીટીપી સ્કૂલમાં સવારના એસએસસીની ગણિત વિષયની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે બપોરના 12.30 કલાકે બ્લોક નંબર 28માં પરીક્ષા આપી રહેલા રિપીટર વિદ્યાર્થી પિયુષ પરબતભાઇ રાઠોડને એકાએક ખેંચ આવતાં બેન્ચીસ પર ઢળી પડ્યા હતા. જેથી સંચાલક સંજયભાઇ સુથારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન બોલાવીને પિયુષ રાઠોડને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પિયુષ રાઠોડ વિદ્યાનગરની એમ.યુ.પટેલ ટેક્નિકલ સ્કૂલનો રિપીટર વિદ્યાર્થી હતો. શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાંથી પિયુષ રાઠોડને તેના વાલી દ્વારા અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
 
ગળતેશ્વરના મેનપુરામાં ચિઠ્ઠીમાંથી લખતાં રિપીટર પરીક્ષાર્થી ઝડપાયો
 
ગળતેશ્વરના મેનપુરામાં ધો.10માં ગણિત વિષયની પરીક્ષામાં ચોરી કરતાં એક વિદ્યાર્થી પડકાયો હતો. આ વિદ્યાર્થી ડર વિના બેંચીસ પર ચિઠ્ઠી મૂકી પ્રશ્નના ઉત્તર લખતો હતાે.આ સંદર્ભે મેનપુરા શારદામંદિર હાઇસ્કૂલના પરીક્ષા સ્થળસંચાલક એ.સી. પટેલે જણાવ્યું હતું કે, ધો.10 ની સોમવારે ગણિત વિષયની પરીક્ષા હતી. આ પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થઇ હતી. શાળાના બ્લોક નં 60 માં પરીક્ષા આપી રહેલા રિપીટર વિદ્યાર્થી બેંચીસ પર ચિઠ્ઠી મૂકી ને લખતો હતો. આ વિદ્યાર્થીને ચિઠ્ઠીમાંથી લખતાં રંગેહાથ બ્લોક સુપરવાઇઝરે ઝડપી પાડયો હતો. તેની પાસેથી ચિઠ્ઠી પણ કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ આ વિદ્યાર્થી સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો