ખંભાતના સેવરા તળાવને અદ્યતન બનાવવાની કામગીરી હાથ ધરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત: ખંભાત તાલુકાના રાવપુરા નજીક આવેલા સેવરા તળાવને  અદ્યતન સુવિધા સાથે સિંચાઇની લીફટ ઇરીગેશનની સુવિધા ઉભી કરીને હજારો એકર જમીનમાં સિંચાઇના પાણીની સગવડ ઉભી થઇ શકે છે. જે અંગે માજી મંત્રી જયેન્દ્રભાઈ ખત્રી દ્વારા છેલ્લા 6 માસથી સરકારમાં વારંવાર રજુઆત કરાઇ હતી.
 
તેને ધ્યાને લઇ સરકારે તાત્કાલિક સેવરા તળાવને અદ્યતન બનાવવા માટેની કામગીરીની મોજણી હાથ ધરી છે. સાથે સાથે સેવરા તળાવમાં પાણી પહોંચાડતા સબમાઇનોર નહેર બદલપુરને સુધારણા માટે રૂ.99.92 લાખની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે. અને ત્યારબાદ સવેરા તળાવના સ્ટ્રકચરના મરામતની કામગીરી હાથ ધરાશે. 

સેેવરા તળાવમાં અદ્યતન સુવિધા ઉભી કરી સિંચાઇ માટે  લીફટ ઇરીગેશન સુવિધા ઉભી કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલ હજારો એકર જમીનને સગવડ મળી રહે તેમ છે. આ બાબતને ધ્યાને લઇ પૂર્વમંત્રી જયેન્દ્ર ખત્રી છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર સામે લડત ચલાવીને વારંવાર રજુઆત કરવામાં આવી હતી. આ અંગે તેઓએ માહિતી એકટ હેઠળ માહિતી માંગી હતી.
 
જેના પગલે સરકારીતંત્રએ આખરે જવાબ આપ્યો હતો કે સેવરા તળાવને અદ્યતન બનાવવા માટે પહેલા બદલપુર સબમાઇનોર નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. હાલ આ નહેર બિસ્માર હોવાથી નહેરનું સમારકામ કરવા માટે રૂ.99.92 લાખની તાંત્રિક મંજુરી મળેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ નહેરની કામગીરી અગામી જુન 2018 પહેલા પૂર્ણ કરાશે. 
અન્ય સમાચારો પણ છે...